ગુજરાત માં તા.4 થી મે, 8:30 PM સુધીમાં નવા 376 કેસ ઉમેરાયા! આવો દેશના કોરોના ના આંકડાઓ પર નજર કરીએ…

કોરોના

ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં નવા 376 કેસનો ઉમેરો થયો છે. ભારતમાં પણ આજે 2,500થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જ અહીં ગુજરાત અમે ભારતના કોરોના સંબંધિત આંકડાઓ આપેલા છે, તેના પર એક નજર નાખીએ.

કોરોનાભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 4થી મે, 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 42,836 (નવા 2,573 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 29,685 (નવા 1,615 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 11,762 (વધુ 875 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,389 (વધુ 83 દર્દીઓનું મૃત્યુ થયું.)

coronavirus gujarat cases: Coronavirus cases in Gujarat cross ...

ભારત બાદ હવે એક નજર ગુજરાત રાજ્યમાં હાલ સુધીમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ પર કરીએ. રાજ્યમાં ફરી એક જ દિવસમાં કોરોનાના નવા 376 કેસનો ઉમેરાયા છે તો સાથે જ વધુ 153 લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. હાલ પોઝીટીવ કેસની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Coronavirus Gujarat status: 38 coronavirus cases in Gujarat; over ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 4થી મે, 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,804 (નવા 376 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,290
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,195 (વધુ 153 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 319 (વધુ 29 લોકોના મૃત્યુ થયા)

ગુજરાતમાં ગઈકાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ 24 કલાકમાં વધુ 376 કોરોના વાઇરસના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. જો કે સામે 153 જેટલા લોકો આજે સાજા થઈને ઘરે ગયા છે અને તે એક સારી બાબત છે.

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢ જિલ્લા પર એક નજર કરીએ. જ્યાં હજી સુધી એકપણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયેલ નથી. પ્રશાસનની અવિરત કામગીરી અને લોકજાગૃતિને કારણે જૂનાગઢ જિલ્લો લોકડાઉન 3.0ના સુધી કોરોનામુક્ત બની રહ્યો છે અને અહે ગ્રીન ઝોનમાં સ્થાન પામેલ છે. જે ખરેખર જૂનાગઢ જિલ્લા માટે સારા સમાચાર સમાન જ છે.

Also Read : જૂનાગઢ મ્યુઝિયમ ખાતે મ્યુઝિયમ વીક સેલિબ્રેટ કરવા માં આવ્યું હતું