The Plight of Asiatic Lions : સમગ્ર એશિયામાં એક માત્ર જૂનાગઢમાજ જોવા મળતાં એશિયાઈ સિંહો એ જુનાગઢનું આગવું ગૌરવ છે. પરંતુ વર્તમાન સમયમાં જંગલ વિસ્તારની અછત જેવા કારણોને લીધે સિંહોના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યા છે. બ્રિટિશ શાસન દરમ્યાન સિંહોના અસ્તિત્વ પર જોખમ ઉભું થયું હતું ત્યારે જુનાગઢનાં નવાબે તેમના બચાવ માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. ગીરના જંગલો અને એશિયાઈ સિંહોના વર્તમાન અસ્તિત્વનો શ્રેય જુનાગઢનાં નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે. ત્યારે આજે આપણે પણ તેમાંથી પ્રેરણા લઇ આપણાં આ વિશિષ્ટ ગૌરવને જાળવવા પ્રયત્નો કરવા જોઇએ. આ વિશે તમારાં વિચારો ચોક્કસ જણાવજો.
Also Read : ગિરનાર એટલે અમૂલ્ય ઔષધિઓની સંપત્તિ ધરાવતું ઔષધલાય ભાગ: 2