ગિરનાર એટલે અમૂલ્ય ઔષધિઓની સંપત્તિ ધરાવતું ઔષધલાય ભાગ: 2

ગિરનાર

આપણે ગતાંકમાં ગિરનાર માં જોવા મળતી અમૂલ્ય વનસ્પતિઓ વિશે ચર્ચા કરી હતી. આ અંકમાં આપણે અમુક બીજી અલભ્ય વનસ્પતિઓનો પરિચય કરીશું, જે ગિરનારના જંગલમાં મળવા યોગ્ય છે.

ગિરનાર

1) કાંચનાર:
કાંચનાર એ ગીરનારમાં મળનારી અલભ્ય વનસ્પતિઓમાંની એક છે. આ વનસ્પતિને લાટીનમાં બોહિનીયા વેરિયેગેટા કહેવામાં આવે છે. મોટા વૃક્ષના સ્વરૂપમાં જોવા મળતી આ વનસ્પતિના લાકડા લાલ રંગના હોય છે. કાંચનાર કૃમિ, કફ, પિત, રક્તપિત્ત અને કોઢ જેવા રોગોમાં ફાયદા કારક છે. કંચનારની છાલને ઘસીને તેનું ચૂર્ણ કરી ચોખાના ઓસામણમાં નાખીને 40 દિવસ સુધી આપવાથી ગંડમાળના રોગમાં રાહત થાય છે.

2) ખેર:
ગિરનારના જંગલમાં મળવાપાત્ર બીજી વનસ્પતિ એટલે ખેરનું વૃક્ષ. ખેર એ અરણ્યવૃક્ષ છે એટલે કે તે જંગલની પ્રકૃતિમાં જોવા મળતું વૃક્ષ છે. જેને લેટિન ભાષામાં એકસીઆ કેટેચ્યું કહેવામાં આવશે. ખેર ધોળો, રાતો અને દુર્ગંધી એમ ત્રણ જાતનો હોય છે. ખેરની છાલ કોઢનાશક છે, તેમજ સુશ્રુતમાં તેને મેદહર્તા કહેવામાં આવે છે. દેશી દવાઓમાં અને છાતીના રોગમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખેરના નાના ટુકડા અને લાકડીઓને ખેરસાર કહેવામાં આવે છે.

ગિરનાર

3) આશેત્રી:
આશેત્રી પણ એક જંગલી ઝાડ છે અને તેના પાંદડા કાંચનારના પાંદડા જેવા હોય છે. આશેત્રીનું લેટિન નામ બોહીમિયા ટોઇસમોસ કહેવામાં આવે છે. તાવમાં જ્યારે માથું દુઃખતું હોય ત્યારે આશેત્રીના પાંદડા વાટીને લગાડવાથી રાહત થાય છે. આશેત્રીના પાંદડાનો લેપ સોજા પાર લગાવવાથી તુરંત રાહત થાય છે. આશેત્રીનો ઉપયોગ ગર્ભાવસ્થામાં પણ લાભદાયી છે.

આવી કઇ કેટલીયે વનસ્પતિઓ ગિરનારના જંગલમાં જોવા મળે છે જે અલભ્ય છે અને અમૂલ્ય છે. તમારી સમક્ષ આવી જ બીજી જરૂરી માહિતી લાવતા રહીશું…

Also Read : The Plight of Asiatic Lions , Sasan Gir , Lions , how to save lions , Junagadh, Aapdu Junagadh