Lili Parikrama : સુખ, વૈભવ, મોહ-માયાથી દુર રહી પ્રકૃતિ અને ઇશ્વરને માણવાનો અવસર એટલે ગિરનારની લીલી પરિક્રમા. પાંચ દિવસ ભાવિકો પ્રકૃતિની સંગે ગિરનારને ભજે છે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ અગિયારસ થી થાય છે. પરંતુ કેટલાક યાત્રાળુઓ દર વર્ષે વહેલી પરિક્રમા પ્રારંભી દે છે.
આ વર્ષે પણ શનિવારથી યાત્રાળુઓ પરિક્રમા કરવા પહોંચી ગયા હતાં. રવિવારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યાં હતાં. સોમવારે જૂનાગઢ તરફ આવતા તમામ વાહનોમાં ભીડ જોવા મળી હતી. પરિક્રમાનો વિધિવત પ્રારંભ મંગળવારે રાત્રે 12 વાગ્યે ઇન્દ્રભારતી આશ્રમનાં ગેઇટ ઉપરથી થયો હતો. ગઈ કાલ સુધી પરિક્રમા માં 4,86,000 લોકો એ ભાગ લીધો હતો.
પરિક્રમા ઈશ્વર ને માણવા નો અવસર તો છે જ પણ આમાં લોકો પ્લાસ્ટિક ને જ્યાં ત્યાં ફેંકી ને ઈશ્વરે જ બનાવેલા પર્યાવરણ ને નુકસાન પોંહચાડે છે, તો પરિક્રમા માં પ્લાસ્ટિક લઇ જવાનું ટાળો.
Also Read : છેલ્લા 24 કલાકમાં કોરોના ના 18,000 કેસ ઉમેરાતા દેશમાં કુલ પોઝિટિવ કેસ 5 લાખને પાર!