છેલ્લા 24 કલાકમાં કોરોના ના 18,000 કેસ ઉમેરાતા દેશમાં કુલ પોઝિટિવ કેસ 5 લાખને પાર!

કોરોના

કોરોના : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણમાં ઝડપી ગતી દેખાઈ રહી છે. જેના કારણે હાલ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5 લાખની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. સાથે જ ગુજરાતમાં પણ કોરોનાના કેસ 30 હજારને પાર ટાઈ ચૂક્યા છે, ત્યારે ચાલો અહી જાણીએ કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ કોરોનાની શું સ્થિતિ છે…

કોરોના

ભારતના કોરોનાના આકડા પર નજર કરતાં પહેલા ગુજરાત રાજ્યના કોરોનાના આકડા પર એક નજર કરીએ. કોરોનાની ભારતમાં શરૂઆત થઈ ત્યારે શરૂઆતના સમયગાળામાં ગુજરાત કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં બીજા ક્રમે હતું, પરંતુ રિકવરી રેટમાં થયેલા વધારાને કારણે હાલ ગુજરાત રાજ્ય કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં દેશમાં પાચમાં ક્રમાંકે પહોચી ગયું છે. જે અત્યંત સારી બાબત છે. અહી ગુજરાતની હાલની કોરોનાની સ્થિતિ દર્શાવવામાં આવી છે, જે નીચે મુજબ છે.

ગુજરાતની કોરોના સંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)

 • તારીખ: 26મી જૂન, 2020 (શુક્રવાર)
 • સમય: સાંજે 5 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 30,158 (નવા 580 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 22,038 (વધુ 532 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 1,772 (વધુ 18 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 6,348

ગુજરાતની સ્થિતિ બાદ હવે ભારતની કોરોનાની સ્થિતિ વિષે ચર્ચા કરીએ. દેશમાં ગત 24 કલાકમાં નોંધાયેલા નવા પોઝિટિવ કેસના કારણે હાલ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5 લાખને વટી ચૂકી છે. જો કે દેશમાં રિકવર રેટ સારો હોવાથી નવા કેસની સામે ડિસ્ચાર્જ થતાં લોકોની સંખ્યા વધુ છે. આ સાથે જ દેશના કોરોનાના બીજા આકડા તપાસીએ, જે આ મુજબ છે.

કોરોના

ભારતની કોરોના સંબંધિત માહિતી:

 • તારીખ: 27મી જૂન, 2020 (શનિવાર)
 • સમય: સવારે 11 વાગ્યા સુધી
 • કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 5,08,953 (નવા 18,552 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,95,881(વધુ 10,244 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 15,685 (વધુ 384 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,97,387

Also Read : The oppurtunity to enjoy nature with god is Lili Parikrama.