સ્કૂલ બસ -વાહનો માટે ઘડવામાં આવ્યાં સુરક્ષિત નિયમો, ફરજિયાતપણે કરવું પડશે તેનું પાલન…

સ્કૂલ બસ

સ્કૂલ બસ : રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલવાન, બસ કે રીક્ષાઓથી થતી ઘટનાઓ ધ્યાને લઈને માર્ગ સલામતી માટે કેટલીક જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને સ્કુલે લઈ જતા વિવિધ વાહનોના ડ્રાઈવરોને સલામતી માટેના જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યો છે.

સ્કૂલ વાહનો માટે ઘડવામાં આવેલા આ જરૂરી નિયમોનું અવશ્યથી પાલન કરવું:
01. સ્કૂલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ, બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ.

સ્કૂલ બસ

02.ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાઇસન્સ નંબર,ટેલીફોન નં.)અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તે લખાયેલી હોવો જોઈએ.

03. બસની બારી પર આડી પટ્ટી કે જાળી હોવા જોઈએ, બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલી ન હોવી જોઈએ.

04. સ્કૂલ બસમાં સ્પીડ ગવર્નર લગાવેલું હોવું જોઈએ. તેજ ગતિ મર્યાદા 40 કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.

સ્કૂલ બસ

05. સ્કૂલ બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ. બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ.

06. સ્કૂલ બસમાં ફર્સ્ટ એઈડ બોક્ષ અને
પીવા માટેનું પાણી હોવું જોઈએ. બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ.

07. સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું
ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ. જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય.

08. બસની અંદર પુરતું અજવાળુ હોવું જોઈએ. તેમજ અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન થતી હોવી જોઈએ.

09. બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોના વધુ ઉપયોગ થાય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં 12 વર્ષ સુધીના બાળકો માટે 1 સીટ દીઠ બે બાળકો બેસી
શકે તેવી જોગવાઈ છે.

10. ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા લઈ જવા એ ગંભીર ગુનો છે. તેમજ સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે.

11. વાહન ચલાવવા માટે ડ્રાઇવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે. સ્કૂલ વાહન ચલાવતી
વખતે ડ્રાઇવરે સ્કૂલ બસને રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું ફરજીયાત છે.

12. આ ઉપરાંત વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી,ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

13. શાળાઓએ સ્કૂલ બસમાં કે અન્ય દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોની માર્ગ સલામતી માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે દરેક શાળા, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પણ વધુ જાગૃત થવાની જરૂર છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com

Also Read : અભયમ મહિલા સંમેલન યોજાયુ હતુ