ખરાં છો! કોરોના સામે લડવાના સમયે, આ તમે કોની સાથે લડાઈ પર ઉતર્યા છો?

કોરોના

અત્યારે સમગ્ર વિશ્વ કોરોના નામના એક અદ્રશ્ય દુશ્મન સામે ઝઝૂમી રહ્યું છે. આવા સમયે સમગ્ર વિશ્વ જો એકસાથે મળીને પગલાં લે અને સાવચેતી જાળવી રાખે તો જ આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત થઈ શકે તેમ છે, ત્યારે અહી વાત કરીએ અમુક એવા બનાવોની જેના પરથી જણાશે કે આવા પ્રતિકૂળ સમયે કઈ રીતે અનુકૂળ થઈને રહેવું જોઈએ!

પંજાબમાં 160 લોકોએ એવી ફરિયાદ કરી કે તેમને જે આઇશોલેષન વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યાં પૂરતી સુવિધા નથી. ત્યાના સેનિટરી રૂમ ગંદા છે. તેઓએ હોસ્પિટલ પાસે સારી સુવિધાઓની માંગણી કરી હતી. આવા સમયે એ વિચારવા પર મજબૂર થઈ જવાય કે, અત્યારે શું કોઈ પારિવારિક પ્રસંગ યોજાઇ રહ્યો છે? જ્યાં તમને તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે.

વિશ્વ જે ગંભીર સ્થિતિમાથી પસાર થઈ રહ્યું છે, તેની કલ્પના માત્રથી પણ હચમચી ઉઠાઈ છે, ત્યારે આવા સમયે આવી માંગણીઓ કરવી કેટલે અંશે યોગ્ય છે?

કોલકાતામાં અમુક “ક્વારંટાઈન” સ્ટેમ્પ સાથેના વ્યક્તિઓ ટ્રેનમાં મુસાફરી કરતાં ઝડપાયા હતા. જેમના કારણે ટ્રેનમાં તેમની સાથે સફર કરનારા અનેક લોકો પણ શંકાસ્પદ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે. આટલા કપરા સમયે આપણે સરકાર દ્વારા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતા નિયમોનો અમલ ન કરી શકીએ?

જે લોકો આવી સ્થિતિમાં પણ લોકસંપર્ક કરે છે, તેમને એટલી સમજણ નથી કે તેઓ લખો લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો કોલકતાની સાથે સાથે સમગ્ર દેશવાસીઓ આ વાઇરસના ચેપમાં આવી જશે.

મિત્રો કોરોના વાઇરસને કોઈ સામાન્ય વાઇરસ ન સમજતા એક વૈશ્વિક મહામારીની રીતે જોઈએ. આ એ સમય છે જ્યારે આપણે માનવતા દેખાડીને સાવચેત રહેવું જોઈએ. જે માત્ર આપના માટે જ નહિ, સમગ્ર વિશ્વ માટે અને માનવજાત માટે અતિ મહત્વની વાત છે. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઈને દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજના ભાગરૂપે લોકસંપર્ક ટાળવો જોઈએ. જે આપણાં માટે અને સમાજ માટે ફાયદારૂપ છે.

Also Read : We Congratulate JAU on behalf of Junagadh.