સોમનાથ ના દરિયામાં ન્હાવા પર લાગ્યો પ્રતિબંધ, સામે આવ્યા અનેક કારણો!

સોમનાથ

સોમનાથ માં આવેલું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. સોમનાથ મહાદેવજી સાથે અતૂટ શ્રદ્ધાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. આ ધાર્મિક સ્થાન દરિયાકિનારે આવેલું હોવાને લીધે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને દર્શન કરવામાં અદ્દભૂત આનંદની પ્રાપ્તિ થાય છે. એક તરફ ભગવાન શિવના ચરણ પખાળતો અરબી સમુદ્ર અને બીજી તરફ મંદિરનું શુદ્ધ પવિત્ર વાતાવરણ માનસિક શાંતિ આપે છે, સાથે જ સોમનાથના દરિયામાં ન્હાવાની મજા પણ દર્શનાર્થીઓ માણતા હોય છે.

સોમનાથ

પરંતુ હવે સોમનાથના દરિયામાં કોઈપણ ભક્તો કે પ્રવાસીઓ ન્હાઈ શકશે નહીં. તાજેતરમાં જ સોમનાથના દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, એટલે હવે જો તમે પણ સોમનાથના દર્શને જતા હો, અને દરિયામાં ન્હાવાનું આયોજન હોય તો તમારો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થાય. કારણ કે, તંત્ર દ્વારા સોમનાથના દરિયાકિનારાને ન્હાવા માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે.

જેનું મુખ્ય કારણ એ છે કે, અહીં આવતા મોટા ભાગના લોકો પ્રવાસી હોય છે, જેમને દરિયાકિનારાની ભૌગોલિક પરિસ્થિતિની જાણ હોતી નથી, પરિણામે લોકોના ડૂબી જવાના બનાવ અવારનવાર બને છે.સોમનાથનો દરિયાકિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય છે, પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પથ્થરો છે. જેથી સમુદ્રમાં ન્હાવા જતા અને પગ પખાળતા દર્શનાર્થી કે પ્રવાસીઓ સહેલાઇથી બહાર આવી શકતા નથી. આ ઉપરાંત અહીંના દરિયામાં ચંચળતા પણ જોવા મળે છે.

સોમનાથ

સાથે જ હાલ સોમનાથના દરિયાકિનારે નવી ચોપાટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અહીં મોટી સંખ્યામાં પત્થરો છે. આ પત્થરોને લીધે કોઇપણ વ્યક્તિ તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડૂબી જાય તેવી શક્યતાઓ રહે છે. એટલે જ સોમનાથના દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

કેટલીક વાર તો અંધશ્રધ્ધાને કારણે પણ લોકો સમુદ્ધમાં આપઘાત કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામના દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળે તેને કારણે પણ લોકો દરિયામાં જઈ આત્મહત્યા કરે છે. છેલ્લા 10 વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે આવી સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઈ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનીયમ-1973ની કલમ 144 હેઠળ મળેલ સત્તાની રૂએ સોમનાથ મંદિરની આસપાસનાં વિસ્તારમાં દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

સોમનાથ

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Fatima Dental Clinic માં સર્જરી થાય છે 50% રાહતદરે, સાથે ફ્રી નિદાન અને ફ્રી એક્સરે તો ખરો જ!!