Dr. Subhash Technical Campus કેહવાઈ છે કે લોકો ની મદદ કરી ને અનન્ય આનંદ મળે છે.

Dr. Subhash Technical Campus : કેહવાઈ છે કે લોકો ની મદદ કરી ને અનન્ય આનંદ મળે છે. આ આનંદ ની શોધ માં નીકળેલા Dr. Subhash Technical Campus ના વિદ્યાર્થીઓએ ભેગા થઇ ને લાઇન્સ ક્લબ ની મદદ થી એક નવી જ મુહિમ હાથધરી હતી. આ મુહિમ નું નામ છે સમર્પણ ક્લબ, આ ક્લબ લોકો ની મદદ કરવા માટે લોકો ને સેવા આપે છે અથવા તો દાન આપે છે. દાન અને સેવા કોઈ પણ કરી શકે છે એના માટે જરૂર છે તો માત્ર ને માત્ર સારા ઈરાદા ની. સમર્પણ ક્લબની સુરૂઆતમાં ખુબ જ ઓછા સભ્યો હતા પછી સભ્યો વધવાથી એલોકો એ એક નવો જ આઈડિયા અમલ માં મુક્યો, આ આઈડિયા આ પ્રમાણે છે: જો દરેક સભ્ય દરરોજ ૧ રૂપિયો બચાવે, તો તે મહિનાના અંતે 30 રૂપિયા બચાવશે,અને તે 30 રૂપિયાનો તે મહિનાની પ્રવૃત્તિ માટેનું યોગદાન હશે. જો દરેક સભ્ય રૂ. 30 બચાવે તો તે એક સામાન્ય વિદ્યાર્થીની શાળા ફી ચૂકવી શકે છે. 

Dr. Subhash Technical Campus  Dr. Subhash Technical Campus


થોડાક દિવસ પેહલાજ આ ગ્રુપ દ્વારા તપોવન સંકુલ,બીલખા રોડ ખાતે સ્તિથ વૃદ્ધાશ્રમ માં જેકેટ્સ અને સૉક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ ની સેવા અથવા મદદ માટે મોટું બેંક બેલેન્સ નહિ મોટું હૃદય જરૂરી છે.
#NGO #AJ #AapduJunagadh

Also Read : જૂનાગઢ કોરોના અપડેટ: તા.19મી મે,10.00 am સુધીના કોરોના સંબંધિત(એકટીવ અને રિકવર કેસ) ની માહિતી