Junagadh News : ધોરણ 9 થી 12 પરીક્ષામાં અનુતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ કરશે કઇંક આવું!

Junagadh News

Junagadh News : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ-10ની માર્ચ-2019માં લેવાયેલી પરીક્ષાનું સમગ્ર ગુજરાતનું પરિણામ 66.67% આવ્યું હતું. જો આપણાં જૂનાગઢની વાત કરવામાં આવે તો, જૂનાગઢ જિલ્લાનું પરિણામ 70.81% જાહેર થયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના 190 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો.

જો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાત રાજ્યનું 71.90%, તેમજ આપણાં જૂનાગઢ જિલ્લાનું 74.50% તથા જૂનાગઢ કેન્દ્રનું 74.09% પરિણામ આવ્યું હતું. આ પરીક્ષાઓમાં સફળ થયેલા વિદ્યાર્થીઓ અનેકવિધ કારકિર્દી માધ્યમો અપનાવીને જુદીજુદી શાળા-કોલેજોમાં પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 12ની લેવાયેલી પરીક્ષામાં અસફળ રહેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 ની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11ની એપ્રિલ-2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાઓ જે તે શાળાઓએ તારીખ 10, જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને તેનું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર કરવાનું રહેશે તેવો આદેશ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે.

Junagadh News

ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવેલી યાદી પ્રમાણે માર્ચ-2019 માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર પદ્ધતિમાં એક કે બે વિષયમાં અનુતીર્ણ કે ગેરહાજર રહેવાને કારણે અનુતીર્ણ હોય તેવા ઉમેદવારો જુલાઈમાં પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. જુલાઈ માસમાં સેમેસ્ટર 3 અને 4ની પરીક્ષા લેવામાં આવશે. બે વિષયમાં અનુત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી તા.01-06-2019 સુધીમાં શિક્ષણાધિકારી કચેરીમાં મોકલવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ ઉપરાંત જુલાઈ-2019માં યોજાનારી ધોરણ-10ની પૂરક પરીક્ષામાં બેસવા માગતા ઉમેદવારોની સંમતિની ફાઇલો અને ફી ભરેલા ચલણની નકલ સાથે જિલ્લાના પરિણામ વિતરણ સ્થળ પર તા.03-06-2019ને સોમવારના રોજ સવારે 11 થી 4 વાગ્યા સુધીમાં બોર્ડના પ્રતિનિધીઓ સ્વીકારશે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Junagadh News : જૂનાગઢના યુવાનોએ આ વિશિષ્ટ કાર્ય કરી, CNN International માં સ્થાન મેળવ્યું