Junagadh News : રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના સાસણ પ્રવાસની એક ઝલક | Ramnath Kovind

Junagadh News

Junagadh News : ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પોતાના પરિવાર સાથે તા. ૩૦ ડિસેમ્બરના રોજ ગુજરાતની શાન અને એશિયાટિક સિંહોના વસવાટ એવા સાસણ ગીર ખાતે પ્રથમ વખત મુલાકાતે આવ્યા છે.

Junagadh News

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પોતાના પરિવાર સાથે તા. ૩૦ ડિસેમ્બરના રોજ ગુજરાતની શાન અને એશિયાટિક સિંહોના વસવાટ એવા સાસણ ગીર ખાતે પ્રથમ વખત મુલાકાતે આવ્યા છે. Junagadh News

Junagadh News

ત્યારે સ્થાનિક મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ ભાલછેલ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું. ત્યાંથી તેઓ સાસણ ખાતે સિંહ સદનમાં પધાર્યા હતા. સાસણમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીના આગમનથી સાસણના સ્થાનિકો તેમજ ભાલછેલના ગ્રામજનોમાં ઉત્સાહ વ્યાપી ગયો.

Junagadh News

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે સાસણ ગીરની અભ્યાસુ મુલાકાત લીધી હતી. ગીર અભ્યારણમાં વધતી જતી સિંહની સંખ્યા અને દેખભાળ માટે થતા સફળ પ્રયાસોની વિગતવાર માહિતી મેળવી હતી. રાષ્ટ્રપતિશ્રીએ અભ્યારણમાં વિહરતા એશીયાટીક સિંહો અને હરણ સહિતના વન્ય પ્રાણીઓને જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.Junagadh News

રાષ્ટ્રપતિશ્રીને આપણી ભાતીગળ સંસ્કૃતિનું દર્શન કરાવવા માટે સિંહ સદન ઓડિટોરિયમ ખાતે દુહા-છંદ, મહેર રાસ અને સીદી બાદશાહના ધમાલ નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિશ્રીએ આ કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો.

Junagadh News

આ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિશ્રીએ ગીરના માલધારીઓ અને સિદી બાદશાહ સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત કલાકારોને રૂબરૂ મળીને તેમની કલાને બિરદાવી હતી તથા કલાકારો સાથે ફોટોગ્રાફ લઇને પ્રોત્સાહિત કર્યા હતા.

#TeamAapduJunagadh

Also Read : Junagadh News : સૌરાષ્ટ્ર પર તોળાઈ રહ્યાં છે વાવાઝોડાના એંધાણ! જાણો વાવાઝોડાના સર્જન-વિસર્જનની ખાસ પ્રક્રિયા…