Junagadh News : સૌરાષ્ટ્ર પર તોળાઈ રહ્યાં છે વાવાઝોડાના એંધાણ! જાણો વાવાઝોડાના સર્જન-વિસર્જનની ખાસ પ્રક્રિયા…

Junagadh News

Junagadh News : ગુજરાતના દરિયાકાંઠે બે દિવસ પછી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને હવામાન ખાતાની આગાહી અને ઇસરોના મેપ પ્રમાણે આ વાવાઝોડું ભારે વરસાદ સાથે આવે એવી સંભાવના છે. જેને પહોંચી વળવા સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે પરંતુ આ વાવાઝોડું આવવાનું મુખ્ય કારણ ગરમીના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું દબાણ છે.

Junagadh Newsગુજરાતના હવામાન વિભાગમાં જયંત સરકારે કહ્યું કે, ગુજરાતના સમુદ્રી કાંઠાથી દૂર હવાનું પ્રેશર ઘટવાને કારણે વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ફૂંકાશે. જે 12 અથવા 13 તારીખે ત્રાટકવાની સંભાવના છે. આ સમયે ભારે વરસાદ સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાય એમ છે અને દરિયાના મોજા છ ફૂટ સુધી ઊંચે ઊછળી શકે એમ છે.

ગુજરાતમાં વર્ષ 1998માં કચ્છમાં આવેલા ભયાનક વાવાઝોડા બાદ મોટું વાવાઝોડું નથી આવ્યું. 2006, 2010 અને 2014માં ગુજરાતમાં વાવાઝોડું આવવાની સંભાવના હતી, પરંતુ એ ફંટાઈ ગયું હતું. ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક જે. રંગનાથએ કહ્યું કે, સખત ગરમીને કારણે દરિયામાં હવાનું દબાણ ઘટવાને કારણે આ પ્રકારે વાવાઝોડું આવે છે, જેને ઉષ્ણ કટિબંધ ચક્રવાત (Tropical Cyclone) કહે છે.

આ વાવાઝોડું આવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગરમીના કારણે ગરમ હવા ઉપરની તરફ જાય છે અને હવાનું દબાણ ઘટવાને કારણે 50 થી 1000 માઈલમાં વાવાઝોડાનું સર્જન થાય છે. આ વાવાઝોડું ભારે વરસાદ સાથે આવે છે. સમુદ્રમાંથી કલાકના 30 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠા તરફ આવતું હોવાથી તે તબાહી સર્જી શકે છે.

Junagadh News

આગામી 12 થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.  110 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી હાલ હવામાન વિભાગે કરી છે. ભારે પવન અને વરસાદથી ભારે નુકસાનના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે. હાલ તો વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર લક્ષદ્વીપ ટાપુની આસપાસ છે અને ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. ડીપ ડિપ્રેશનને કારણે 12 થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડાંજ કલાકોમાં ભારે વરસાદ ખાબકી જાય તેમ છે.

વાવાઝોડા દરમિયાન સમુદ્રકિનારે બે મીટરથી વધુ ઊંચા મોજાં ઉછળે તેવી આગાહી બાદ સરકારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ આપી દેવાયું છે. પ્રવાસીઓને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

સરકારે બચાવ કામગીરી માટેના પગલાંની તૈયારીઓ શરુ કરી દીધી છે. બચાવ માટે એનડીઆરએફની ટુકડીઓ, નૌકાદળ, એરફોર્સ, લશ્કર, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને પોલીસ તંત્રની મદદ લેવાઇ રહી છે. બચાવ માટે રાજ્યની 11 અને બહારની 11 ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં તૈનાત કરાશે.

Also Read : Junagadh News : રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના સાસણ પ્રવાસની એક ઝલક | Ramnath Kovind