સૌરાષ્ટ્રના યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટરોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આઇપીએલની જેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ ટી-20 ટુર્નામેન્ટનું આયોજન ક્રિકેટ એસો. દ્વારા થઈ રહ્યું છે. રમતપ્રેમી રાજકોટમાં અગાઉ ગુજરાત લાયન્સ ફ્રેન્ચાઇઝી હેઠળ આઈપીએલના બે વર્ષ સુધી મેચ રમાયા હતા. જો કે પાછલા બે વર્ષથી આઈપીએલ મેચ રાજકોટને મળતા બંધ થયા છે. હવે આઇપીએલના મેચની ખોટ પૂરી કરવા એસપીએલ આવી રહ્યું છે. જેની ટેગલાઈન છે, “અબ બારી હૈ ગેમ દિખાને કી.”
સૌરાષ્ટ્ર લીગનો પ્રારંભ 14મી મે થી થશે. આ મેચમાં હાલાર હીરોઝ, કચ્છ વોરિયર્સ, સોરઠ લાયન્સ, ઝાલાવાડ રોયલ્સ અને ગોહિલવાડ ગ્લેડિયટર્સ એમ કુલ પાંચ ટીમ વચ્ચે 11 મુકાબલા થશે. જેની ફાઇનલ મેચ 22મીએ રમાશે. તમામ મેચ એસોસિએશનના અદ્યતન ખંડેરી સ્ટેડિયમ પર રમાશે. જેમાં 11 માંથી 9 મેચ રાત્રિના સમયે રમાશે. એસપીએલના તમામ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ 1 ચેનલ અને હોટસ્ટાર પર થશે. એસપીએલનું ઉદ્ઘાટન 14મીએ થશે, જે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ અપાયું છે.
એસપીએલ વિશે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પૂર્વ મંત્રી નિરંજન શાહે જણાવ્યું હતું કે, તમિલનાડુ, કર્ણાટક અને મુંબઈ લીગની સફળતાને ધ્યાને રાખીને, અમે સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ શરૂ કરી રહ્યા છીએ. જેથી કરીને સૌરાષ્ટ્રના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને મળી રહે.
બીસીસીઆઇના નિયમ અનુસાર એસપીએલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જે ખેલાડી રજિસ્ટર થયા હશે, તે જ ભાગ લઇ શકશે. આ માટે 100 ખેલાડી શોર્ટલિસ્ટ કરાયા છે. જેને એ, બી અને સી એમ 3 ગૃપમાં વહેંચી દેવામાં આવ્યા છે. એ ગૃપમાં રણજી ટ્રોફી રમેલા ખેલાડી હશે, બી ગૃપમાં રણજી ટ્રોફીના સંભવીત અને અંડર-25ના ખેલાડીઓ હશે, જ્યારે સી ગૃપમાં જુનિયર ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.
એ ગૃપના ખેલાડીને પ્રતિ મેચ 25,000ની મેચ ફી મળશે. બી ગૃપના ખેલાડીને 15000 અને સી ગૃપના ખેલાડીને 10000 મળશે. દરેક ટીમ ગૃપમાંથી વધુમાં વધુ ચાર ખેલાડી રાખી શકશે. જો કે એસપીએલ પહેલી સિઝનમાં બે સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા રમી શકશે નહીં. રવિન્દ્ર જાડેજા ભારતની વર્લ્ડ કપની ટીમનો હિસ્સો છે, જ્યારે પૂજારા ઇંગ્લેન્ડમાં કાઉન્ટી રમવા જઈ રહ્યા છે.
એસપીએલના તમામ 11 મેચ જામનગર રોડ પરના ખંડેરી સ્ટેડિયમ પર રમાશે. સાંજે રમાનાર તમામ 9 મેચ 7.30 વાગ્યાથી શરૂ થશે. તમામ મેચમાં પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી મળશે. આઇપીએલની જેમજ મેદાન પર ચીયરલીડર્સ અને ડીજે હશે. જેથી ગેમ સાથે ગ્લેમર પણ હશે. તમામ મેચમાં પ્રેક્ષકોને ફ્રી એન્ટ્રી મળશે.
સૌરાષ્ટ્ર પ્રીમીયર લિગનું ટાઈમ-ટેબલ:
તા. 14-05-2019 હાલાર હીરોઝ Vs કચ્છ વોરિયર્સ
તા. 15-05-2019 સોરઠ લાયન્સ Vs ઝાલાવાડ રોયલ્સ
તા. 16-05-2019 હાલાર હીરોઝ Vs ગોહિલવાડ ગ્લેડિયટર્સ
તા. 17-05-2019 ગોહિલવાડ ગ્લેડિયટર્સ Vs ઝાલાવાડ રોયલ્સ
તા. 18-05-2019 હાલાર હીરોઝ Vs ઝાલાવાડ રોયલ્સ
તા. 19-05-2019 ગોહિલવાડ ગ્લેડિયટર્સ Vs કચ્છ વોરિયર્સ
તા. 20-05-2019 ગોહિલવાડ ગ્લેડિયટર્સ Vs સોરઠ લાયન્સ
તા. 21-05-2019 ઝાલાવાડ રોયલ્સ Vs કચ્છ વોરિયર્સ
તા. 22-05-2019 ફાઇનલ
તા. 18 અને 19મી મે ના રોજના મેચ બપોરે 3:30 વાગ્યાથી રમાશે.
બાકીના તમામ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com