Junagadh News : જૂન માસના બીજા-ત્રીજા અઠવાડિયામાં વરસાદનું આગમન થશે!

Junagadh News

Junagadh News : અત્યારે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક શોધી રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિ ગરમીના બફારામાં ત્રાહિમામ પોંકારી રહી છે. ત્યારે હવે લોકોએ વરસાદની રાહ બહુ થોડા સમય માટે જ જોવી પડશે, કેમકે ચોમાસુ કેરળમાં પહોંચી ગયું છે.કેરળના સાત જેટલા જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.સામાન્ય રીતે 1 જુન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે 8 દિવસ મોડું પડ્યું છે.

Junagadh News

કેરળના દરિયામાં ચોમાસાના આગમનની સાથે દરિયામાં તોફાની મોજાં ઉછળવાનું શરુ થઈ ગયું છેઅને કાંઠા વિસ્તારોમાં તો વરસાદ પણ પડવા લાગ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ કે આવતા અઠવાડિયા સુધીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી મેઘરાજાનું વાજતે ગાજતે આગમન થાય તેવી શક્યતાઓ છે. મધ્યપૂર્વ અરબ સાગરમાં અત્યારે લો-પ્રેશર આકાર લઈ રહ્યું છે. કેરળમાં ચોમાસુ બેઠા પછી લો-પ્રેશર એરિયાને કારણે તે ઝડપથી આગળ વધશે અને શક્તિશાળી બનશે. જે ગુજરાતમાં વરસાદ લાવવામાં મદદરૂપ થશે.

Junagadh News

અરબી સમુદ્રમાં બનેલા હળવા દબાણના કારણે ચક્રવાતની સંભાવના વધી ગઇ છે. વાતાવરણમાં અચાનક આવેલા પરિવર્તનથી વરસાદ આવવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયકલોનની અસર વધુ વર્તાઇ તેમ જણાઈ રહ્યું છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા પણ જણાવાયું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગના નિષ્ણાંતએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. જેના કારણે ચક્રવાત આવી શકે છે આ ચક્રવાતની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામોમાં પણ થઈ શકે છે. વાતાવરણમાં આવેલા પલટાને જોતા 13થી15જૂનસુધીના દિવસોમાં વરસાદ પડી શકે છે.

Junagadh News

ગત રવિવારે મહત્તમ તાપમાન 40.5અને લઘુત્તમ તાપમાન 27.4ડિગ્રીરહ્યું હતું. ત્યારેભેજનુંપ્રમાણસવારે74 અને બપોર પછી35 ટકારહ્યું હતું, ત્યારેપવનનીઝડપ8 કિમી પ્રતિકલાકની રહી હતી. થોડા સમય પહેલા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ઉપસ્થિત રહેનારા આગાહીકારોએ જણાવ્યુ હતું કે,ચોમાસાની શરૂઆત જૂનના ત્રીજા-ચોથા અઠવાડિયામાં થાય તેવું પૂર્વાનુમાન છે. તેમજ 12 થી 13 આની વરસાદ થાય તેવી પણ આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થવાની શક્યતાઓ પણ ઘણાં અગાહીકારોએ વ્યક્ત કરી હતી. આગાહીકારો પૈકી 50 ટકાએ વર્ષ સારું રહે તેવી આગાહી કરી હતી, જ્યારે 50 ટકાએ વર્ષ મધ્યમ રહેશે તેવી આગાહી કરી.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપન વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન-2019 યોજાશે