Junagadh News : સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની પ્રાચીન ગરબી મંડળની 2000 બાળાઓને ભોજન તેમજ કીટ વિતરણ કરવામાં આવ્યું.

Junagadh News : સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની પ્રાચીન ગરબી મંડળની 2000 બાળાઓને ભોજન તેમજ કીટ વિતરણ કરવામાં આવ્યું.
  • સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા મયારામ દાસજી આશ્રમ ખાતે કિન્નર સમાજ તથા પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
  • તેમજ જૂનાગઢની પ્રાચીન ગરબીની 2000 જેટલી બાળાઓને પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવ્યું તેમજ કટલેરીની કીટ પણ આપવામાં આવેલ હતી.
  • જેમાં કિન્નર સમાજના માતાજીનો ગ્રુપ રાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
  • તેમજ પ્રજ્ઞાચક્ષુ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દીકરીઓનો રાસ રમાડવામાં આવેલ હતો.
  • આ તકે ઉપસ્થિત દાતાઓએ દીકરીઓને 11 જેટલી કટલેરીની વસ્તુ તથા કિન્નર સમાજના દરેક વ્યક્તિને સાડી, બ્લાઉઝ તથા ચણીયો (બે જોડી) તથા બ્લેન્કેટ, દિવાલ ઘડિયાળ, કટલેરી કીટ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ હતા.