જૂનાગઢ Cityમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક 25 પોઝીટીવ કેસની વિગતવાર માહિતી જાણો.

જૂનાગઢ

Unlock1.0 બાદ unlock2.0ની શરૂઆતમાં જ જૂનાગઢ જીલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં જાણે વિસ્ફોટ થયો હોય તેમ નવા કેસ ઉમેરાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી તો જીલ્લામાં સરેરાશ 10ની આસપાસ પોજીટીવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે આજરોજ જૂનાગઢમાં એકસાથે 25 પોઝિટિવ કેસ આવ્યા છે. જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

જૂનાગઢ

અહી એ વાત જાણવી ખૂબ આવશ્યક છે કે, જે વિસ્તારમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે, તે તમામ કેસ જે તે વિસ્તારમાં રહેનારા લોકોના નથી હોતા, પરંતુ દરેક વિસ્તારમાં જે ટેસ્ટિંગ લેબોરેટરી આવેલી છે તેમાં અલગ અલગ Areaના લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. આમ, આ કેસ જે તે વિસ્તારમાં આવેલી ટેસ્ટિંગ લેબોરેટરીના કહી શકાય અને તેમાં અન્ય વિસ્તારના રહેવાસી લોકોના કેસ પણ નોંધાયેલા હોય છે. આ નવા નોંધાયેલા પોઝિટિવ કેસ ક્યા ક્યા વિસ્તારોમાંથી આવેલા છે, તેની માહિતી નીચે દર્શાવેલી image પરથી જાણીએ.

આ સાથે જ જૂનાગઢમાં આજના રોજ 1 વ્યક્તિ રિકવર થઈને પોતાના ગંતવ્ય સ્થાન તરફ પરત ફરેલ છે. જેમાં સુભાષ નગરમાં રહેતા 60 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જો કે આજના દિવસે કોઈ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી તે કઈક અંશે રાહતના સમાચાર છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 3જી જુલાઈ, 2020
●સમય: 8:30 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 134
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 70
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 60
●મૃત્યુઆંક: 4

અહી ખાસ જણાવવાનું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોના 23 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેથી તેમના પોઝિટિવ કેસ સાથેની અન્ય તમામ વિગત જૂનાગઢ જિલ્લાના કોરોનાના આકડામાં જ ઉમેરવામાં આવે છે. તેથી સરકારી આકડાઓ મુજબ જૂનાગઢમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 157 છે.