Junagadh News : જૂનાગઢના વોકિંગ ક્લબના નેતૃત્વ હેઠળ 200 જેટલા સભ્યો 17 ડિસેમ્બરે જૂનાગઢ થી તુલસીશ્યામ સુધીની આશરે 120 કિલોમીટરની સાઈકલ યાત્રા કરશે.

Junagadh News : જૂનાગઢના વોકિંગ ક્લબના નેતૃત્વ હેઠળ 200 જેટલા સભ્યો 17 ડિસેમ્બરે જૂનાગઢ થી તુલસીશ્યામ સુધીની આશરે 120 કિલોમીટરની સાઈકલ યાત્રા કરશે.
  • છેલ્લા સતત બે વર્ષોથી અનુક્રમે સોમનાથ તથા દ્વારકાની સફળ સાઈક્લોથોન બાદ મહાનગર જૂનાગઢની જાણીતી વોકીંગ ક્લબ દ્વારા આ વર્ષે જૂનાગઢ થી તુલશીશ્યામ સુધીની આશરે 120 કિલોમીટરની સાઈકલ યાત્રાનું આયોજન આગામી તા.17 ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવેલ છે.
  • જેમાં જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ભરૂચ, જામનગર, અંકલેશ્વર જેવા શહેરોમાંથી આશરે 200 જેટલા ડોક્ટરો, વકીલો તથા વેપારીઓ જોડાવાના છે.
  • આ યાત્રા લોકો પર્યાવરણ પરત્વે કાળજી દર્શાવે, પર્યાવરણનું સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવે તેવા શુભ ઉદ્દેશથી યોજવામાં આવી રહી છે.
  • તેમજ વોકીંગ ક્લબની સેવા પરમોઃ ધર્મની પોતાની પરંપરા જાળવી રાખવાના હેતુથી તુલસીશ્યામ મંદિર ખાતે તજજ્ઞ ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે; જ્યાં જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે.
  • આ યાત્રા તા. 17 ડિસેમ્બર, 2023, રવિવારના સવારે 4:30 કલાકે રેલ્વે સ્ટેશન ચોક ખાતેથી પ્રસ્થાન કરશે; તેને ફ્લેગ ઓફ કરવા માટે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પોતાની સાઈકલ સાથે ખાસ ઉપસ્થિત રહેશે.
  • આ શુભ ઉદ્દેશ સાથેની યાત્રાના આયોજન માટે રાજકોટની જાણિતી આઈ.વી.એફ. નોવા વિંગ્સ હોસ્પિટલ, જૂનાગઢ ધારી વન વિભાગ, તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ તથા ખજૂરીનેશના રહેવાસીઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે.
  • 200 જેટલી મોટી સંખ્યામાં સાઈક્લીસ્ટોને મદદરૂપ બનવા જૂનાગઢ વોકીંગ ક્લબના 20 જેટલા સભ્યો સ્વયંસેવકો બની સમગ્ર યાત્રા દરમ્યાન ખડેપગે રહેશે.
  • આ યાત્રાના આયોજન માટે જૂનાગઢ વોકીંગ ક્લબના ડો.કેતન પી.ગઢવી, ડો.રક્ષિત પીપલીયા, કલ્પેશભાઈ હિન્ડોચા, સફીભાઈ દલાલ વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.