Junagadh News : નવરાત્રિ દરમિયાન શાળાઓમાં રહેશે કઇંક આ પ્રકારે વેકેશન!

Junagadh News

Junagadh News : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે પણ શાળા કોલેજોમાં નવરાત્રિનું વેકેશન આપવાની જાહેરાત કરી છે. ગત મંગળવારે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આઠ દિવસના નવરાત્રી વેકેશનની જાહેરાત કરી છે. જ્યારે દિવાળી વેકેશન 13 દિવસનું રહેશે તેવી સ્પષ્ટતા પણ શિક્ષણમંત્રીએ કરી છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે તેમ શિક્ષણમંત્રીએ જણાવ્યું છે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન 30, સપ્ટેમ્બર, 2019 થી 7, ઓક્ટોબર, 2019 સુધીનું એટલે કે આઠ દિવસનું રહેશે. જ્યારે દિવાળી વેકેશન 25, ઓક્ટોબર, 2019 થી 6, નવેમ્બર, 2019 સુધીનું એટલે કે 13 દિવસનું રહેશે, તેવી જાહેરાત થઈ છે.

શિક્ષણમંત્રીશ્રીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી મળેલી રજૂઆતને પગલે 2018-19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રિ વેકેશનની જેમજ ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રિ વેકેશનની મંજૂરી આપેલી છે.

Junagadh News

જોકે આ વેકેશન કેન્દ્રીય શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસસી અને આઈસીએસઈ બોર્ડને સંલગ્ન શાળાઓમાં નવરાત્રિ વેકેશન ફરજીયાત રહેશે નહીં, પરંતુ જો શાળા સંચાલકો આ પ્રણાલી અનુસરવા માંગતા હોય તો તેઓ તેમ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રાજ્ય સરકારે શાળા કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર કર્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રના શાળા સંચાલકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. જો કે સરકાર પોતાના વલણ પર અડીખમ રહી હતી. થોડા સમય પહેલા એવી જાહેરાત થઈ હતી કે, નવરાત્રિનું વેકેશન રદ થઇ શકે છે. તે અંગે વાલીઓ અને શાળા સંચાલકોએ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. જે અનુસંધાને શિક્ષણ વિભાગે આ નિર્ણય ચાલુ રાખ્યો છે અને કેન્દ્રીય તેમજ અન્ય બોર્ડની શાળાઓને આ નિર્ણય અનુસરવાની છૂટ પણ આપી છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : ન્યૂ નોવેલ્ટી ફરનિચર આપી રહ્યું છે, 55% ડિસ્કાઉન્ટ સાથે આ ખાસ ઓફર