Junagadh News : આગામી તા.27, ફેબ્રુઆરીથી ગીરનાર તળેટી ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળા અંતર્ગત તૈયારી શરૂ થઈ ગઈ છે. મીનીકુંભ માટે ફાળવવામાં આવેલા રૂપિયા 15 કરોડની રકમ અંતર્ગત ભવનાથ તળેટી વિસ્તારમાં માળખાગત સુવિધાઓ, મેળા અંતર્ગત વિશિષ્ટ આયોજન જેવા કે, 51 લાખ રૂદ્રાક્ષનું શિવલિંગ, ટેન્ટ સિટી તેમજ ભજન લોકડાયરા જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન અંગે ચર્ચા છે તેમ જણાવાઈ રહ્યું છે. આવો જાણીએ શિવરાત્રી મિની કુંભમેળા-2019માં યોજાનાર સંભવિત કાર્યક્રમોની એક યાદી… Mini Kumbh 2019| Junagadh News
26, ફેબ્રુઆરી, 2019:
નગરપ્રવેશ સંતયાત્રા (ભૂતનાથ થી ભવનાથ)
સમય: બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: મેયરશ્રી આધ્યશક્તિબેન મજમુદાર તથા ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી
27, ફેબ્રુઆરી, 2019:
ધ્વજારોહણ( સવારે 9.30 કલાકે)
ભવનાથ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન(સવારે 11 કલાકે)
51 લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું પૂજન (સવારે 11.30 કલાકે)
લેસર શોનું ઉદ્ઘાટન(સાંજે 6 કલાકે)
સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ(રાત્રે 8 વાગ્યાથી)
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તથા ગ્રામીણ આવાસ અને પશુપાલન મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
28, ફેબ્રુઆરી, 2019:
ડમરૂ યાત્રા (ભવનાથ થી ભૂતનાથ) સાંજે 4 થી 6 વાગ્યા સુધી
લેસર શો (સાંજે 6 કલાકે)
ભરતભાઈ બારૈયા અને શીતલબેન બારોટ દ્વારા શિવ આરતી અને શિવ ઉપાસના(રાત્રે 8 વાગ્યાથી)
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી આર.સી.ફળદુ
1, માર્ચ, 2019:
યુ.પી.ના માનનીય મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી અને શ્રી પરમાત્માનંદજીની અધ્યક્ષતામાં ધર્મસભા (બપોરે 3 થી 6 વાગ્યા સુધી)
કૈલાશ ખેરનો કાર્યક્ર્મ (રાત્રે 8 વાગ્યાથી)
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા વન પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા
2, માર્ચ, 2019:
પ.પૂ. સાધ્વીજી શ્રી ઋતુંભરાજીની અધ્યક્ષતામાં ધર્મસભા (બપોરે 3 થી 6 વાગ્યા સુધી)
લેસર શો(સાંજે 6.30 કલાકે)
લોકગાયક કિર્તીદાન ગઢવી, હાસ્યકલાકાર માયાભાઈ આહીર તથા વાદકવૃંદ દ્વારા લોકડાયરો (રાત્રે 8 વાગ્યાથી)
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: પાણી પૂરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજી બાવળીયા તથા યાત્રાધામ મંત્રીશ્રી વિભાવરીબેન દવે
3, માર્ચ, 2019:
સંતશ્રી મોરારી બાપુ તથા અગ્નિ અખાડા મહામંડલેશ્વરશ્રી કૈલાશાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ધર્મસભા(બપોરે 3 થી 6 વાગ્યા સુધી)
મહાઆરતી (સાંજે 6 કલાકે)
લેસર શો(સાંજે 6.30 કલાકે)
પદ્મશ્રી ભીખુદાન ગઢવી, બિરજુ બારોટ, ગીતા ગીતાબેન રબારી તથા વાદકવૃંદ દ્વારા લોકડાયરો(રાત્રે 8 વાગ્યાથી)
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: કેન્દ્રિય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલા તથા શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
4, માર્ચ, 2019:
લેસર શો(સાંજે 6.30 વાગ્યે)
હાથી, ઘોડા બેન્ડવાજા, અંબાડી તથા ડ્રોનથી પુષ્પવર્ષા દ્વારા દિગંબર સાધુઓની રવાડી (સાંજે 10 વાગ્યાથી)
ઉપસ્થિત રહેનારા મહાનુભાવો: નાગરિક અને અન્ન પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયા તથા સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા
તો આ હતી મહાશિવરાત્રી મિની કુંભમેળામાં યોજાનાર સંભવિત કાર્યક્રમોની એક યાદી…
#TeamAapduJunagadh
Also Read : ટ્રેન ટિકિટ ખોવાઈ જાય તો બીજી ટિકિટ અને ટ્રેન છૂટી જાય તો રિફંડ કેવી રીતે મેળવી શકાય?