મેરેથોન દોડમાં મહારાષ્ટ્રના યુવક અને હરિયાણાની યુવતીએ સૌથી પહેલા દોડ પૂરી કરી. ચાલો જાણીએ બીજા વિજેતાઓના નામ…

જૂનાગઢમાં ગત તા.2જી ફેબ્રુઆરીના રોજ ‘રન ફોર ક્લીન જૂનાગઢ’ના સૂત્ર અને ધ્યેય સાથે શરૂ થયેલી મેરેથોન દોડમાં જુનાગઢવાસીઓ તો ઉત્સાહપૂર્વક જોડાયા પરંતુ સાથે સાથે દેશભરમાંથી પણ ઉત્સાહી સ્પર્ધકો જોડાયા અને મેરેથોન દોડને સફળતાપૂર્વક પૂરી કરીને વિજેતા પણ બન્યા. જેમાં 5 વર્ષના ભૂલકાઓથી માંડીને 80 વર્ષના વૃદ્ધો પણ જોડાયા હતા.

આ સ્પર્ધા 21 કિમી, 10 કિમી, 5 કિમી અને 1 કિમી એમ ચાર વિભાગમાં યોજાઇ હતી, જેમાં 1 કિમી અને 5 કિમી એ ફનરન હતી તેથી 10 કિમી અને 21 કિમીમાં ભાગ લેનાર સ્પર્ધકોને જ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે આવેલા વિજેતાઓના નામ આ મુજબ છે,

21 કિમી ભાઇઓની દોડમાં મહારાષ્ટ્રના દિનેશ ગુરુનાથ માત્રે 1 કલાક 12 મિનિટમાં દોડ પૂરી કરીને પ્રથમ ક્રમે આવ્યા હતા. તેમજ હરિયાણાના પ્રિન્સી રમેશકુમાર ઝાખર 1 કલાક 25 મિનિટમાં દોડ પૂરી કરીને 21 કિમી બહેનોના વિભાગમાં પ્રથમ વિજેતા બન્યા.

10 કિમી દોડની વાત કરીએ તો તેમાં ત્રણ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા હતા, જેમકે અંડર-17, વર્ષ 18 થી 40 અને 40 વર્ષથી ઉપર એમ ત્રણ વિભાગ હતા જેમાં બહેનો અને ભાઈઓ એમ દરેક વિભાગમાં એક એક વિજેતા મુજબ કુલ છ સ્પર્ધકો વિજેતા બન્યા હતા. જેના નામ નીચે મુજબ છે.

10 કિમી, અંડર-17 ભાઇઓની દોડમાં કામડિયા રમેશભાઈ વિજેતા બન્યા હતા, તો 10 કિમી, અંડર-17 બહેનોના વિભાગમાં નિકિતાબેન મરલે વિજેતા બન્યા હતા. 10 કિમીમાં 18 થી 40ના વયજૂથમાં ભાઈઓમાં યાદવ રૂપેશભાઈ વિજેતા બન્યા હતા, તો 18 થી 40ના વયજુથમાં 10 કિમી દોડમાં નેહાસિંગ દેવસિંગ પ્રથમ આવ્યા હતા. 40 વર્ષથી ઉપરના વાયજૂથમાં ભાઈઓમાં રાજેશભાઈ ગાંધી વિજેતાબન્યા હતા અને આ વયજૂથમાં બહેનોના વિભાગમાં રાખોલીયા પ્રફુલાબેન વિજેતા બન્યા હતા.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરાયેલા સ્વછટના પ્રથમ પ્રયાસ રૂપ મેરેથોન દોડને જુનાગઢવાસીઓએ અને દેશભરમથી સ્પર્ધકોએ પણ સારો એવો પ્રતિસાદ આપ્યો જેન ફળસ્વરૂપે સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થાય હતી. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે જૂનાગઢનાં કમિશ્ન્રરશ્રી, મેયરશ્રી, કેબિનેટ મંત્રીશ્રિ તેમજ ભક્ત કવિ નરશિહ મહેતા યુનિવાર્સિટીના ઉપકુલપતિશ્રી સહિતના જૂનાગઢનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોન દોડના વિજેતાઓને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આકર્ષક ઇનામો તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા.