માનનીય મુખ્યમંત્રીશ્રીને સિંહના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ કરતો ખુલ્લો પત્ર

સિંહ

તા: ૧૧/૦૫/૨૨૦૨૦

સોમવાર

જય હિન્દ

ખમ્મા ગીરને

વિષય: શહીદ સિંહ ની કુરબાની અને એના અિસ્તત્વ પર આવેલો ખતરો

અખંડ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી (સેવક) શ્રી વિજય રૂપાણી સાહેબ.

જય જય ગરવી ગુજરાત

જય સીયારામ

સાહેબ, જયારે ગુજરાત મા સિહોની વસ્તી ૯૦૦-૧૦૦૦ થી ઉપરની આંકવામાંઆવી રહી છે. અનેએમનો વિસ્તાર સુરેન્દર્નગર ના ચોટીલા સુધી વિસ્તાર છે, ત્યારે સહોના અસ્તિત્વ પર જ સવાલ ઉભો કરતો મારો આ ખુલ્લો પત્ર જોઇને આપને અચંબો થાય અને મારા પ્રતિ રોષ જાગે એ સાહિજક છે, પણ અત્યારે હું લખી રહ્યો છુ એજ ઘડીએ ગીર માં હજી એક સિહણના મોતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર વષર્થી હર ત્રીજાને ચોથા દિવસ સિંહના મરણના સમાચાર આવી રહ્યા છે અને બીનસત્તાવાર ઘણા જાણકારોનું માનવું છે કે ત્રીસ ચાલીશ ટ્કકા સિહોના મરણ ના આકંડા રેકોર્ડ પર આવતા જ નથી. ખાસ કરીને બચ્ચા અને પાઠડાના મૃત્યુના આકડા.

Gir Lion Safari | T Trikon

મને પેહલા વિચાર આવ્યો હતો કે આ વિષેનો પત્ર આપડા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબને જ લખું, પણ પછી વિચાર કાર્ય કે આ આપડા રાજ્યની વાત છે તો એનો ઉકેલ પણ આપણેજ લાવીએ ખાસ કરીને આપ જેવા આપ જેવા કર્મનિષ્ઠ, જાગરુક અને સંવેદનશીલ મુખ્યમંત્રી રાજ્યને લાભ્યા છે. સાહેબ આ કરવાનો મારો ઉદ્દેશ બિલકુલ પણ રાજકીય મનશા આધારિત, કોઈ સંસ્થા પ્રત્યે કે પછી કોઈ વ્યવસાયિક લાભ માટેનો નથી. છેલ્લા પાંચ વર્ષમાં ગીરમાં જે જાણ્યું અને અનુંભિવયું ફક્ત ને ફક્ત એવી હકીકતોનોનું આકલન છે. ૨૦૧૬ થી ૨૦૧૮ એમ સતત ત્રણ વર્ષ સ્વખર્ચ લગભગ એક લાખ કીલોમીટરનું ગીર અને બૃહદ ગીર કે જ્યાં સિંહો વસે છે, ત્યાં તમામ જગ્યા પર ભ્રમણ કર્યું છે. હજારો લોકોની મુલાકાતો લીધી છે. વન ખાતાના અિધકારીઓથી લઈને સામાન્યથી સામન્ય ગીરવાસીઓ પાસેથી સિંહની દુદર્શા અને વ્યથા સાંભળી છે અને કેમેરા માં કેદ કરી છે. (ઘણુંબધું સત્ય કેમેરો છુપાવીને હાંસલ કર્યું છે.) શરૂઆતમાં અને હાલ પણ મારો વિરોધ થઈ રહ્યો છે અને મારા પર આક્ષેપો લગવામાં આવી રહ્યા છે કેમ કે આ કાર્ય ગીર અને તેની સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાઓને બદનામ કરવા માટે કરીયુંછે. આના પરવા મારી પાસે છે જ. સાહેબ તમે જ વિચારો કે કોઈ વ્યિક્ત એના જીવનની બધીજ બચત(મારા પત્નીએ મારી બન્ને દીકરીયુંના લગ્ન માટેની કરેલ બચત અને અમારા બન્નેની મરણ મૂડી, પત્નીને ક્રિયાવારમાં મળેલા દાગીના) આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માં શું કરવા ખર્ચી નાખી? પાંચ વષર્માં ૬૦-૬૫ લાખ ખર્ચી નાખ્યા છે એ મારા આઈ ટી રીટનર્ની ફાઈલ પર થી આપ ચકાસી શકો છો. અત્યારે જીવન ગુજરાન મિત્રો અને પરીવારના લોકોની સહાયતાથી થઈ રહ્યો છે.પણ મારી વ્યવસાિયક ધોરણે કોઈ અપેક્ષા નથી, અપેક્ષા માત્ર એક જ કે આ કુદરતનો અમુલ્ય વારસો જે આપડા દેશને મળ્યો છે તે આવનારી પેઢી માટે જળવાઈ રહે.

સિંહ

છેલ્લા થોડા વર્ષમાં ગીરમાં થયેલ પતનની વીસ્તૃત જાણકારી મેં ડોક્યુમેન્ટરી માં મૂકી છ, પરંતુ મારા માટે ખુબ જ અગત્યના બે મુખ્ય મુદ્દા છે જે ઉભરીને ગંભીર ચિંતાનું કારણ બને છે. પ્રથમ કે સિહો માટે જયારે આપણી પાસે ૧૪૦૦ ચોરસ કીલોમીટર કરતા વધારે જંગલનો સુરક્ષિત વિસ્તાર છે. તેમાં જેટલા સિહો હોવા જોઈએ એનાથી ખુબ ઓછા એટલે કે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ સિહો શા માટે છે? અને એમાં પણ મોટા ભાગના સિહો સાસણ ગીરના ટુરીઝમ ઝોનમાં છે કે જ્યાં તેમને એન કેન રીતે રાખી મુકવામાં આવ્યા છે. સવાલ એ છે કેઆવડું મોટું જંગલ સિંહ વીહોણુંકેવી રીતે થઈ ગયું?

સિંહ

બીજું કેબૃહદ ગીરના ગામડે ગામડે સિહો વસી ગયા છે અને વિચરી રહ્યા છે અને એ સંદભ જે માનવ અને સિંહ કે જે શિકાર માટે કુદરતી તાકત અને હથીયારોથી લેસ, જંગલી પર્વતી વાળું, માંસાહારી પ્રાણીની સહ અિસ્તત્વની જે થીયરી પ્રચલિત કરવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે તે લાંબા ગાળે કેટલું વ્યાજબી છે? માનવું પડેકે સિંહ ખુબ જ નરવું અને ગરવું પ્રાણી છે અને માન્ય છે કે જંગલમાં એ અને માલધારીઓ એક બીજાની સાથેરહેતા હતા, પણ શું ગામડા અને શહરો ની સિંહના ફોટા અને વીડીયો ઉતારવાની ઘેલી પ્રજા એ મયાર્દા જળવી શકશે? અને ગામડા માં રહી એને શું રેિઢયાળ માંદા ઢોર નો શીકાર કે બીમારી ના લીધે મરી ગયેલા, સડી ગયેલા અને કુતરાઓ એ ખાધેલા (વાયરસ ફેલાવતા) ઢોર ખાઈને પોતે પણ બીમાર થઈને મરી જવાનું? વન ના રાજા ની આ તે કેવી બદહાલી અને લાચારી?

Gujarat: 14 lions captured in Gir forest, after cubs fall ill ...

સામન્ય પણે એમ કેહવાય છે કે એક પુખ્ત વયનો એશિયાટિક સિંહ આશરે ૧૬૦ થી ૧૯૦ કઈલો નો હોય છે તે હવે ઘટીને ૧૨૦ થી ૧૪૦ કિલોનો રહી ગયો છે. એટલે આશરે ૪૦ થી ૫૦ કિલો નો ઘટાડો અને તદુપરાંત સિંહ ઘેલા લોકો થકી એમની સતત પજવણી થાય છે એ નફા માં.તો આવી વિષમ પિરિસ્થિતી માં એમનું અિસ્તત્વ ક્યાં સુધી ટકી રહેશે? સાહેબ, ખુબ જ દુઃખ અને પીડા સાથેઆપીને જણાવવું પડે છે કે રેિઢયાળ ઢોર સહજતા થી મળી જતા હોવાને કારણે આપણા સિંહો હવે શીકાર કરવાની એમની કુદરતી ક્ષમતા ગુમાવી ચુક્યા છે અનેમોટી સંખ્યામાં અકાળે મોતને ભેટી રહ્યા છે. આ લખી રહ્યો છું ત્યારે પણ એમના અકાળે મૃત્યુંના સમાચાર મળી રહ્યા છે, પણ તેને કુદરતી મરણ તરીકે ખપાવી દેવામાં આવશે

Photo Gallery: Sasan Gir Lion | Asiatic Lion | Indian Lion

છેલ્લા એક દોઢ વષર્થી હું ગાંધીનગર ના ધક્કા ખાઈ ખાઈ ને થાકી ગયો છું કેવ એક વખત મારી રજૂઆત નેસાંભળો. એક વાર “ખમ્મા ગીર ને” ડોકયુમેન્ટરી ફીલ્મ નીહાળો અનેપછી કોઈ નીષ્કર્ષ કઢો. પણ નહી. અરણ્ય ભવન માં રજૂઆત ના જવાબ ના મળ્યા એટલે ગુજરાતના નાયબ ડેપ્યુટી સી એમ શ્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત કરી, એમાં કાયર્લય મા થી ૨૯/૦૮/૨૦૧૯ ના દીવસે જવાબ આવ્યો કેઆની રજૂઆત તે ગુજરાત ના વન મંત્રી ગણપત વસાવા ને મોકલી આપી છે અને એમના કાયર્લયમાંથી મારો સંપર્ક કરવામાંઆવશે.. પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો સંદેશો આવ્યો નથી. આટલુ જ નહી પણ મુંબઈ, જુનાગઢ અને ગીર ના ગામડાઓ મા પ્રાઇવેટ શો ને ગાંધીનગર અને જુનગઢથી ફોન કરને બંદ રાખવામાં આવ્યા. ફિલ્મ નેજોયા વગર જ આવો વ્યવહાર કેમ? મારા નામ થી જ ગાંધીનગર ના દરવાજા એટલા સજ્જડ બંધ કરી દેવામાંઆવ્યા છે કે આખરે એક છેલ્લી આશા લઈને ગીર ના સીહો ની વીડમ્બના નો ચિતાર્થ આપશ્રીની સમક્ષ રજુ કરવા આવ્યો છું.

How the Asiatic lion was saved from extinction thanks to Indian ...

ગીર નો ચીતાર્થ સમજવો હોય તો એ અત્યાર ના પરીબળો ના આધારે ન થઇ શકે. એના માટે એના ૪૦-૪૫ વર્ષ જુના મૂળને તપાસવા જોઈએ. આ કોઈ એકાદ બે અિધકારી, કે પછી સરકાર પર આક્ષેપબાજી કરવાનો છે જ નહી. કારણ કે ૪૦-૪૫ વષ પેહલા ગુજરાતમાં ભાજપાની સરકાર હતી પણ નહી. અને અત્યારે પણ ગીર ના બધાજ ધારાસભ્યો લગભગ વિપક્ષના જ છે એટલે જેટલી સરકાર ની જવાબદારી છે એટલી જ જવાબદારી ગીર પ્રત્યે એમની પણ બનેછે. એટલે હું રાજકારણ કે ભ્રષ્ટચાર કે ડિપાર્ટમેન્ટની વાત કરતોજ નથી. અને હું સિહો ને ગજરાત ની બહાર મોકલવા કે નહી મોકલવા એની પણ નથી કરતો. સિંહ ગુજરાત નું ઘરેણું છે અને એના માટે બધા જ જવાબદાર અને કટ્ટીબંધ હોવા જોઈએ. કોઈને કટઘરામાં કે કોઈ નેદંડ કરવાની પણ વાત નથી. જાણ્યા અજાણ્યા જે ઊંધું ઘુંટાઈ ગયું છે તેને સમજવાની જરૂર છે અને સમજીને નવેસર થી યોગ્ય પગલા લેવાઈ જરૂર છે.બસ.

સિંહ

મારું માનવું છે કે અત્યારે હજી પણ મોડું નથી થયું એટલે સમયસર યોગ્ય પગલા લેવાશે તો કદાચ અમુક ઉચ્ચ હોદેદારો ને તકલીફ પડશે, અમુક અધીકારીઓ ભીસ માં આવશે પણ અંતે ઇતિહાસ ના પાનામાં સિહોને ગુજરાતમાં, ભારત માં અજરા અમર રાખવાનો ય આપની નેજ મળશે અને આના વીપિરત જો કોઈ કુદરતી વીપદા સજાર્શે કે જે નજીકના ભિવષ્ય માં થવાની સંપૂણ ર્સંભાવના છેકેજેથી મોટી સંખ્યા મ સિંહો મૃત્યુ પામશે (દોઢ વષર્માં બેવાર બની ચુકી છે આ ઘટના અને ફરી થી બનવાની પૂરેપૂરી શક્યતા નકારી ના શકાય.) અથવા સિંહો દ્વારા મોટી સંખ્યા માં માનવ મૃત્યુ અથવા હાની થશે તો આજ અિધકારીઓ હાથ ખંખેરી ઉભા થઈ જશે કે જે કઈ થયું છે એ પૂવર્ અિધકારીઓ ના મિસ મેનજમેન્ટ ના લીધે થયું છે અને તમામ જવાબદારી- આંતરરાષ્ટ્રીયય મંચે સરકાર પર આવી પડશે. એક બીજી અગત્ય ની બાબત પર આપ ની નજર દોરવાની ચેષ્ટા કરું છું કે સાહેબ સૌરાષ્ટર્ માં જ્યાં જ્યાં  િસહો વસે છે ત્યાં ત્યાં ભારતીય જનતા પાટ નું પર્દશર્ન નબળુંકેમ થઈ રહ્યુંછે? ક્યાંક એનું કારણ ત્યાની પર્જા પર્ત્યે બીજા રાજ્યોમાંથી આવતા આ અિધકારીઓ નું તાનાશાહી વલણ તો નથી ને?

Gir National Park is Sole Habitat of Lions in Asia, Know Complete ...

કેમ ગુજરાત વાઈલ્ડ લાઈફ બ ડના હાથ ઠુઠા કરી દેવામાં આવ્યા છે. કેમ ગુજરાત માં જુજ પયાર્વરણ હિટ માટેકામ કરતા લોકો ને ધાક ધમકી થઈ ચુપ કરી દેવામાં આવેછે (સેવ એિશયાિટક લાયન અને ખમ્મા ગીર ને ફાઉન્ડેશન). અને છેલ્લે આટલું કહીને પૂરું કરીશ કે જો એવી વાત સાંભળવા મળે કે એક ઉચ્ચ અિધકારીના પોતાના મોજ્શોક પુરા કરવાનાં ઓરતા ના કારણેએક સિંહ માટે સમિપત એવા ગરીબ મજુર (દરાઈવર કમ ટ્રેકર) ને પોતાનો જીવ ખોવાનો વારો આવેતો પછી આ વ્યવસ્થા માં કઈક તો ખાનાખરાબી સજાર્ણી છે એવું માનવું જ પડે.સાહેબ.

Gir National Park & Wildlife Sanctuary travel | Gujarat & Diu ...

આપને મારી નમર વિનંતી છે કે આપ બે કલાક નો સમય આપો હું મારી ફિલ્મ લઈ ને હાજર થઈ જઈશ. આપની કોર ટીમ, અમુક રીટાયડર્ IFS અિધકારીઓ, જુજ મીિડયા મિત્રો અને સિંહો પર Ph. D કરી ચુકેલા અમુક વૈજ્ઞાિનક ની હાજરી માં આપ ખમ્મા ગીર ને ડોક્યુમનેટરી નિહાળો અને જમીની હકીકત ની અવગત થઈ ને યોગ્ય દિશા નિર્દેશ આપો. અંતે એટલુ જ કહીશ, સાહેબ આટ આટલા શહીદ સિહોની કુરબાની એળે ના જવા દો. ગુજરાત ના ગૌરવ નેઉગારી લો.

Sasan Gir National Park, India - Natural World Safaris

 

“ખમ્મા ગીર ને”

આપનો હિતેચ્છુ

 

 

 

નરેન્દર્ મોજીદ્રા

૯૯૨૦૩ ૯૯૯૦૯

Also Read : App Of The Week – Positive Thinking