માધવપુર માં યોજાયો ઐતીહાસિક મેળો

માધવપુર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિવિધતામા એકતા અને એક ભારત – શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અને ગુજરાત અને ઇશાન ભારત સાથેના અનુબંધને આકાર આપવા માધવપુર ના પરંપરાગત્ત મેળાને રાષ્ટ્રીય એકતા મેળા તરીકે પ્રતિ વર્ષ ઉજવવાની જાહેરાત કરી હતી. તેને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય મક્કમ છે. આ હેતુથી માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના લગ્ન પ્રસંગના પરંપરાગત્ત મેળામાં આ વખતે ઇશાની રાજ્યોને પણ સહભાગી બનાવવામાં આવ્યા છે.

જે અંતર્ગત મણીપુરના મૂખ્યમંત્રીશ્રી એન.બીરેનસીંઘ, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડૂ, રાજયપાલશ્રી બિગ્રેડિયર (ડો.) બી.ડી.મિશ્રા, ગુજરાત રાજયના રાજયપાલશ્રી ઓ.પી.કોહલી, અરૂણાચલ પ્રદેશના કેન્દ્રિય સાંસ્કૃતિક રાજયમંત્રી ડો.મહેશ શર્મા, કેન્દ્રિય ગૃહ રાજયમંત્રી કિરેન રિજ્જુ વગેરેની ઉપસ્થિતિમાં માધવપુર ઘેડ ખાતે વિવિધ રાજયો અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન બે ભાગમાં યોજાયું છે.

એક ભાગમાં સૌરાષ્ટ્રની કલાની ઓળખ આપતી પ્રાદેશિક હસ્તકલા કારીગીરીની વસ્તુઓનું પ્રદર્શન યોજાવામાં આવ્યું છે.આ ઉપરાંત તાંબા પિત્તળના વાસણો, ગૃહ સુશોભનની વસ્તુઓની કારીગીરી અને કલાત્મકતા અદભૂત છે.

જયારે પ્રદર્શનના બીજા ભાગમાં ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલાને આલેખતા ભરતકામ અને ચિત્રકળાની વિવિધ રાજયની કૃતિઓ પણ પ્રદર્શીત કરવામાં આવી છે. સૈકાઓ પૂર્વે ગુજરાત અને ભારત વર્ષના ઇશાન પ્રદેશ વચ્ચે બેટીના વ્યવહાર સૂચિત કરે છે કે આપણો દેશ એક હતો અને અખંડિત હતો.

માધવપુર

Also Read : ગુજરાતમાં આજરોજ તા.2જી એપ્રિલ સાંજે 7:30 વાગ્યા સુધી મળેલા કોરોના વાઇરસને લગતા આંકડા