Junagadh News : મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ.3.66 કરોડના કામને મંજૂરી મળી; જોષીપરામાં રૂ.3 કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનશે!

Junagadh News
Junagadh News : મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ.3.66 કરોડના કામને મંજૂરી મળી; જોષીપરામાં રૂ.3 કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનશે!
  • ગત તા.27 જૂનના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી.
  • આ બેઠકમાં કુલ રૂ.3.66 કરોડના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી છે.
  • જે અંતર્ગત વોર્ડ નંબર 2,4,6 ના લોકોને આરોગ્યની પૂરતી સુવિધા મળી રહે તે માટે જોષીપરા વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા રૂ.3 કરોડનો ખર્ચ મંજુર કરેલ છે.
  • આ ઉપરાંત સેનિટેશન શાખામાં 120 જેટલા ડસ્ટબીન ખરીદવાની દરખાસ્તને મંજુર કરી છે.
  • સેનિટેશનલક્ષી પીકઅપ વાહન ખરીદવા માટે રૂ.10.98 લાખની રકમને મંજુર કરાઇ છે.
  • ત્રણ યુટીલીટી લેડરવાન ખરીદવા માટે રૂ.26 લાખની દરખાસ્તને મંજુર કરાઇ છે.
  • મહાનગરપાલિકા દ્વારા બે નવા પીકઅપ વાહન ખરીદવા રૂ.20.41 લાખ મંજુર કરાયા છે.
  • મનપા વિસ્તારમાં વસતા ઘરવિહોણા પરીવારો માટે ગાંધીગ્રામમાં નવુ આશ્રય સ્થાન બનાવવા ડીપીઆરને મંજુર કરાયો છે, આ આશ્રય સ્થાનમાં 398 લોકોને સમાવેશ થઇ શકશે.
  • રહેમરાહે નોકરી પામેલાને 5 વર્ષની નોકરીને નિતિ વિષયક લાભો આપવા નિર્ણય કરાયો છે.
  • રખડતા-ભટકતા શ્વાનોના ડોગ સ્ટરીલાઇઝેશન અને ઇમ્યુનાઇજેશન માટેની કામગીરીની શરતો મંજુર થઇ છે.
  • મનપા હસ્તકની જરૂરી કામગીરી માટે ચીજવસ્તુઓ તથા વ્યવસ્થાઓ જેવીકે; મંડપ સર્વિસ, ઢોર નિભાવ અને ઘાસચારો ખરીદી, છાપકામ તથા પ્રિન્ટિંગ સફાઇના સાધનો, જંતુનાશક દવા, સ્ટેશનરી કોમ્પ્યુટર સહિતની કામગીરી માટે વાર્ષિક ભાવોને મંજૂર કરવામાં આવ્યા છે.

Aldo Read: Junagadh News : વાવાઝોડાથી શાકભાજીના પાકને વ્યાપક નુકશાન થતાં; માર્કેટીંગ યાર્ડમાં આદુ પ્રતિમણ રૂ.3000/-, ટમેટા રૂ.1400ના ભાવે વેચાયા!