આજ ( તા.19મી મે થી 31મી મે સુધી ) જુનાગઢ માં શું શું ખુલશે તેની વિગતો

જુનાગઢ : લોકડાઉન 4.0ને લઈને જૂનાગઢ જિલ્લામાં કેટલાંક નિયમોને આધીન રહીને તા.19મી મે થી 31મી મે સુધી છૂટછાટ આપવામાં આવી, જે અંગેના નિયમો અને સ્પષ્ટીકરણ કરતું જાહેરનામું જૂનાગઢ કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું, જે કઈંક નીચે મુજબ છે…

નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ખુલ્લું રહેશે… (સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી)

 •  ફૂડ હોમ ડિલિવરી
 • શાકભાજીની લારીઓ
 • પાન-માવાની દુકાનો (ફક્ત પાર્સલ સુવિધા)
 • હેર સલૂન, બ્યુટી પાર્લર
 • 60% કેપિસિટી સાથે લાઈબ્રેરી
 • એસ.ટી.બસ સેવા
 • ઓટો રીક્ષા, ટેક્સી કે પ્રાઇવેટ કાર (ડ્રાઈવર+ બે વ્યક્તિ)
 • ટૂ-વ્હિલરમાં માત્ર એકજ વ્યક્તિ જઈ શકશે
 • શહેરી વિસ્તારની બહાર આવેલ ઢાબાઓ
 • 33% કર્મચારીઓ સાથે ઓફિસને છૂટછાટ
 • 50% કામદારો સાથે ઉદ્યોગ કે કારખાનાને છૂટછાટ
 • ગેરેજ, વર્કશોપ, રીપેરીંગની દુકાનો

જુનાગઢ

બંધ રહેશે…

 • તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ
 • હોટેલ, રેસ્ટોરન્ટ
 • જાહેર સ્થળો (જ્યાં લોકોની ભીડ થતી હોય)
 • તમામ મેળાવડા
 • સીટી બસ/ ખાનગી ટ્રાવેલ્સ બસ

લોકડાઉન 4.0 અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આ શરતોનો અમલ કરવાનો રહેશે.

જુનાગઢ

 • માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારને ₹200 દંડ થશે
 • છૂટછાટ મળેલ તમામ એકમોએ ફરજીયાત માસ્ક, સેનિટાઇઝરની સુવિધા, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા તથા કરાવવાનું રહેશે.
 • ઓફિસો, એકમો કે દુકાનોને નિયમિત રીતે સેનિટાઈઝ કરવાના રહેશે.
 • કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે.
 • લગ્નપ્રસંગે 50 વ્યક્તિઓ અને અંતિમ સંસ્કાર 20 વ્યક્તિઓ જોડાઈ શકશે.(વધુમાં વધુ)
 • જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધુ વ્યક્તિએ એકઠા થવું નહીં.
 • જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ વિસ્તારમાંથી આપના વિસ્તારમાં આવેલ જણાય તો, હેલ્પલાઇન નં.104 અને 0285-2633131 પર તુરંત જ જાણ કરવી.
 • અન્ય જિલ્લા, રાજ્ય કે વિદેશમાંથી આવેલ વ્યક્તિઓએ સરકારે સૂચવેલા સ્થળોએ હોમ ક્વોરન્ટાઇન થવાનું રહેશે.
 • કોઈપણ વ્યક્તિ કોરોના સંબંધિત અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાવશે તો, તેની સામે ગુન્હો દાખલ કરાશે.
 • 65 વર્ષથી ઉપર, 10 વર્ષથી નીચેના બાળકો અને ગર્ભવતી મહિલાઓએ કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં, જો ફરજિયાતપણે નીકળવાનું થાય તો સરકારના આદેશોનું પાલન કરવું.

લોકડાઉન 4.0 ને લઈને જૂનાગઢ જિલ્લામાં અપાયેલ છૂટછાટ અંગેનું સ્પષ્ટીકરણ

જુનાગઢ

 • જૂનાગઢ જિલ્લાના જાહેર થયેલ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
 • કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના એકમો સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે.
 • આવશ્યક સેવાઓ અને મંજૂર થયેલ સિવાયની તમામ અવરજવર સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
 • જાહેર બજારોમાં આવેલી એકી સંખ્યા નંબરની દુકાનો એકી સંખ્યાની તારીખે અને બેકી સંખ્યા નંબરની દુકાનો બેકી સંખ્યાની તારીખે ખુલ્લી રાખી શકાશે. એકથી વધુ નંબર ધરાવતી દુકાન એકી સંખ્યાની તારીખે ખુલ્લી રાખી શકાશે.
 • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતી વ્યક્તિને ઝોન બહાર જવાની મંજૂરી આપવામાં નહીં આવે.
 • આ જાહેરનામું 19મી મે થી 31મી મે સુધી અમલી રહેશે.
 • ઉપર આપેલી છૂટછાટો, આવનાર સમયમાં જાહેર થયેલ કન્ટેન્ટમેન્ટ ઝોનને લાગુ પડશે નહીં, જેની ખાસ નોંધ લેવી…

Also Read : App of the week – “aTimelogger-time tracker”