જૂનાગઢ ના ક્રિકેટ પ્રેમીઓ માટે નોબલ કોલેજ દ્વારા નોબલ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે…

જૂનાગઢ

જૂનાગઢ : નોબલ એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહેલી ઇન્ટર કોલજ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘નોબલ પ્રીમિયર લીગ’નું આયોજન થશે. જૂનાગઢ ની ક્રિકેટ પ્રેમી જનતા માટે ક્રિકેટની મજા માણવાની સુવર્ણ તક લઈને આવી રહ્યું છે, ‘નોબલ પ્રીમિયર લીગ’. જી હા, જૂનાગઢના પોતાના આંગણે પહેલી ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે.

નોબલ એન્જીનીયરીંગ કોલેજ ભેસાણ રોડ ખાતે આગામી ટૂંક સમયમાં ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે. જેમાં જુનાગઢનું પોતાનું પેજ એવું ‘આપડુ જૂનાગઢ’ મીડિયા પાર્ટનર તરીકે જોડાવાનું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ અન્ડર-19 અને અન્ડર-23 એમ બે વિભાગમાં યોજાવાની છે, જેમાં માત્ર જૂનાગઢની કોઈ પણ શાળામાં ધોરણ 10થી ઉપર અભ્યાસ કરતા તેમજ કોઈપણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.

જૂનાગઢ

આ ટુર્નામેન્ટ તા.4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાવા જઈ રહી છે ત્યારે આવી ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે અને ટુર્નામેન્ટમાં જોડાવા માટે પ્રત્યેક ટિમ દીઠ માત્ર ₹1100 રજીસ્ટ્રેશન ચાર્જ રાખેલ છે…

નોબલ એન્જીનીયરીંગ કોલેજ, ભેસાણ રોડ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં જોડાવા માટે તા.1લી ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન ઓપન રાખેલ છે…

જૂનાગઢ

જૂનાગઢમાં ઇતિહાસ બનવા જય રહ્યો છે ત્યારે તમે પન જો ક્રિકેટ રમવાના રસિયા છો! તો, રજીસ્ટ્રેશનની અવધિ પુરી થાય તે પહેલાં જલ્દીથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવો. નોબલ પ્રીમિયર લીગમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.9904406642 પર સંપર્ક કરો અને જલ્દી પોતાનું સ્થાન મેળવી લો…

Also Read : Career opportunities in Social Media Marketing companies