Lion Chasing Deer

Lion Chasing Deer : સમગ્ર એશિયામાં એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતાં એશિયાઈ સિંહના દર્શન એ દરેક પર્યટક માટે પ્રથમ આકર્ષણ હોય છે જે હેતુથી સરકારે ગીરના જંગલમાં દેવળીયા પાર્ક જેવાં વિસ્તારો વિકસાવ્યા છે. તેમ છતાં જંગલ વિસ્તારમાં અવાર નવાર ગેરકાયદેસર રીતે વધુ રકમ લઈ કેટલાંક લોકો દ્વારા સિંહ દર્શન કરાવવામાં આવે છે. આવા ગેરકાયદેસર તત્વો સાથે તેમને પ્રોત્સાહિત કરતાં પર્યટકો પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે.આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હોવા ઉપરાંત સિંહોની જીવનશૈલી અને આઝાદીને ખલેલ પહોંચાડે છે. તેને અટકાવવા માટે દરેક મુલાકાતીએ પણ યોગદાન આપી આવા ગેરકાયદેસર તત્વોને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

Also Read : નાગા સાધુબાવા ની રવાડી: જૂનાગઢ શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ