Junagahd news : સંવિધાન પે ચર્ચા”: પારુલ યુનિવર્સિટી ખાતે કાયદાકીય, રાજકીય અને ન્યાયિક જાગૃતિ માટે બે દિવસીય કાયદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
- તાજેતરમાં પારુલ યુનિવર્સિટી અને IIMUN સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ આયોજનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતની ન્યાય પ્રણાલી સાથે વર્તમાન અને વાસ્તવિક રાજકીય તેમજ કાયદાકીય પરિપ્રેક્ષ્યથી વાકેફ કરવાનો હતો.
- કાર્યક્રમમાં ભારતના જાણીતા રાજનેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી સહિત અનેક ન્યાય ક્ષેત્રના તેમજ કાયદા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
- જેમાં છત્તીસગઢ હાઈ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, યતિન્દ્ર સિંઘ; સુપ્રિમ કોર્ટના એડિશનલ સોલિસિટર જનરલ, એન. વેંકટરમણ; હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સી.જે. સબિના સિંઘ; સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ, કોલિન ગોન્સાલ્વઝ તેમજ કાયદા નિષ્ણાત, આશિષ દાવરનો સમાવેશ થાય છે.
- આ તમામ નામાંકિત વ્યક્તિઓ દ્વારા વિવિધ સેશન્સ અંતર્ગત વિદ્યાર્થીઓને કાયદાકીય, ન્યાયિક અને રાજકીય ક્ષેત્રોના આંતરસંબંધો તેમજ લોકકલ્યાણ માટે આ ક્ષેત્રોના મહત્વ વિશે પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું.