મેડિકલ અને પેરામેડિકલ શૈક્ષણિક વર્ષ 2019-20ના પ્રથમ વર્ષની બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ, જાણો કોલેજોની યાદી સહિતની વિસ્તૃત માહિતી…

મેડિકલ

મેડિકલ : ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ સ્કુલોમાંથી ધોરણ 12(બી/એ.બી. ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ નીટ-યુજી 2019 માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા અને આરોગ્ય વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમો 2019-20 મુજબ તેમજ જે-તે કાઉન્સિલ નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ/ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ, ડેન્ટલ, હોમીઓપેથી, આયુર્વેદિક, નેચરોપથીની કોલેજોમાં ઉપરોકત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2019-20 માં પ્રવેશ માટે અરજીનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવશે.

મેડિકલ

કેટલીક મહત્વની તારીખો:

  1. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે એક્સિસ બેન્કમાંથી રૂબરૂ પીન ખરીદી (બેન્કિંગ કલાકો દરમિયાન) અથવા પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઈન પિન ખરીદી…

છેલ્લી તારીખ: 23-06-2019 (બપોરે 4 વાગ્યા સુધીમાં)

  1. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે…

છેલ્લી તારીખ: 24-06-2019 (સવારે 11 વાગ્યા સુધીમાં)

  1. હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે…

છેલ્લી તારીખ: 24-06-2019 (બપોરે 4 વાગ્યા સુધી)

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો પિન કમિટી દ્વારા મંજુર કરાયેલ એક્સિસ બેન્કની શાખાઓમાંથી (એક્સિસ બેન્કની શાખાઓની યાદી પ્રવેશસમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે) બૅન્કિંગ કલાકો દરમિયાન (બેન્કિંગ રજાઓ પર બંધ) રૂ.200/- ની ચુકવણી પર ઉપલબ્ધ થશે. તેમજ www.medadmgujarat.org પરથી PIN ઓનલાઇન પણ ખરીદી શકાશે.

ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે, અરજી ચકાસણી કરાવવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે, જાહેર રજાઓ અને રવિવારના રોજ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. બાકીના દિવસો માટે ઉપર મુજબ પ્રક્રિયા ચાલુ રહેશે.

ટોપ 5 મેડિકલ કોલેજોની યાદી:

  1. બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ (ગુજરાત યુનિવર્સિટી) (કુલ 250 સિટ્સ)
  2. ગર્વર્મેંટ મેડિકલ કોલેજ, વડોદરા (એમ.એસ.યુનિવર્સિટી) (કુલ 249 સિટ્સ)
  3. એમ.પી. શાહ કોલેજ, જામનગર (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (કુલ 250 સિટ્સ)
  4. ગર્વર્મેંટ મેડિકલ કોલેજ, સુરત (વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી) (કુલ 250 સિટ્સ)
  5. પી.ડી.યૂ. કોલેજ, રાજકોટ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (કુલ 149 સિટ્સ)

મેડિકલ કોલેજોની ફી તેમજ વિશેષ માહિતી જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://medadmgujarat.ncode.in/web/ug2019/Medical%20Colleges%20List%20(With%20Fees)%20(2019-20).pdf?v=1

ડેન્ટલ કોલેજની યાદી અને વધુ વિગતો જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://medadmgujarat.ncode.in/web/ug2019/Dental%20Colleges%20List%20(With%20Fees)%20(2019-20).pdf

આયુર્વેદ કોલેજની યાદી અને વધુ વિગતો જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://medadmgujarat.ncode.in/web/ug2019/List%20of%20Ayurveda%20Colleges%20(2019-20).pdf

હોમિયોપેથી કોલેજની યાદી અને વધુ વિગતો જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://medadmgujarat.ncode.in/web/ug2019/List%20of%20Homeopathy%20Colleges%20(2019-20).pdf?v=1

નેચરોપથી કોલેજની યાદી અને વધુ વિગતો જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://medadmgujarat.ncode.in/web/ug2019/List%20of%20Naturopathy%20Colleges%20(2019-20).pdf

આપણાં જૂનાગઢમાં આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં તમે મેડિકલ અંતર્ગત પ્રવેશ લઈ શકો છો, જ્યારે પેરા મેડિકલ અંતર્ગત તમે ગર્વમેંટ આયુર્વેદ કોલેજ, જુનાગઢ તથા નોબલ ગૃપ ઓફ ઈન્સ્ટિટ્યૂશનમાં પ્રવેશ મેળવી ઉચ્ચ કારકિર્દી ઘડી શકો છો. વધુ વિગતો માટે નીચેની વેબસાઇટની મદદ લઈ શકો છો…

Admission Helpline: 9904406655

http://www.medadmgujarat.org

Also Read : જાણો તમારી યાદગાર પ્રી-વેડિંગ શૂટ માટે જૂનાગઢમાં આવેલી રમણીય જગ્યાઓ વિશે