Junagadh News : જૂનાગઢના યુવાનોએ આ વિશિષ્ટ કાર્ય કરી, CNN International માં સ્થાન મેળવ્યું

Junagadh News : હર કોઈ વ્યક્તિને પ્રકૃતિના ખોળે રમવું અને ફરવું ગમતું હોય છે. ચોતરફ હરિયાળી અને જંગલના વૃક્ષઓમાંથી વાતો મીઠો વાયરો હર કોઈને માણવો ગમે છે. પરંતુ આ મજા માણતી વખતે આપણે ક્યારેક એજ પ્રકૃતિનો ખ્યાલ રાખવાનું ચુકી જતાં હોઈએ છીએ. કુદરતી સૌંદર્યની મજા માણતાં માણતાં, એ જગ્યાને કચરો અને બીજી નકામી વસ્તુઓ ફેંકીને ગંદી અને પ્રદુષિત બનાવી બેસીએ છીએ. ત્યારે કેટલાકને તેની સંભાળનો ખ્યાલ આવે છે, જ્યારે કેટલાક પોતાની મસ્તીમાં બધું ભૂલીને જતાં રહે છે. વાત થઈ રહી છે અહીં સ્વચ્છતા અંગેની જાગૃતિ વિશે…Junagadh News

આજકાલ સોશિયલ મીડિયાનો યુવાનો ભરપૂર ઉપયોગ કરે છે. નાની નાની બાબતો સોશિયલ મીડિયા પર શેર કરી વધું લાઇક્સ અને ફોલોઅર્સની ઈચ્છા ધરાવતો આ યુવાવર્ગ સામાન્ય રીતે લીલાછમ અને કુદરતી નઝારાથી ભરપૂર જગ્યાએ જઇ ફોટોગ્રાફી કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ મિત્રો સાથે પાર્ટી અને મોજમજા કરવા પણ એવાજ કોઈ સ્થળની પસંદગી કરતાં હોય છે. પાર્ટીની મજા માણવામાં તેઓ પ્રાકૃતિક સંપતિની સંભાળ લેવાનું  ભૂલી જતાં હોય છે, જેનાં લીધે પ્રકૃતિનો એ ખોળો પ્લાસ્ટિક, પેપર, અને કચરાની કૃત્રિમ ચાદરથી ઢંકાઈ જાય છે અને પ્રદુષિત બને છે.

ત્યારે આપણાં જૂનાગઢનાં યુવાનોની એક જાગૃત ટિમે પોતાના કોલેજ સમય દરમિયાનનો  થોડો કાઢીને તેને એક અનોખું કાર્ય હાથ ધર્યું હતું. ગિરનાર તળેટીમાં આવેલી લાલધોરીની  જગ્યાએ જઈ ત્યાં ફેલાયેલા કચરાને એકઠો કરીને તેની મોટી મોટી બેગ્સ ભરી હતી. તેઓના જણાવ્યાં અનુસાર આ કચરામાં સૌથી વધુ માવાના કાગળ, સિગારેટના પેકેટ્સ, પાણીની બોટલ્સ, ફૂડ પેકેટ્સના પ્લાસ્ટિક કાગળો સૌથી વધુ મળ્યા હતા. એટલું જ નહીં તેઓએ સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા,  સોશિયલ મીડિયા પર ટ્રેન્ડી બનેલા #TrashTag અને #ChallangeForChange નો ઉપયોગ કરીને આ માહિતી કેટલાય લોકો સુધી પહોંચાડી હતી.  જેની નોંધ CNN International દ્વારા પણ લેવામાં આવી, જેની લિન્ક અહીં આપેલ છે.

https://www.cnn.com/2019/03/12/world/trashtag-internet-challenge-intl/index.html?fbclid=IwAR0iNGVGNq7xewsQ5LdJUr-DP-t0oLYWLU38smH4abmYCbR1H_hfj0Bohis

તો આવો આપણે પણ આપણાં જૂનાગઢને તથા આપણને મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપતિનું જતન કરીએ. તમે પણ તમારા દ્વારા સ્વચ્છ કરેલી જગ્યા સાથે તમારો ગૃપ ફોટો કે સિંગલ ફોટો(Before/ After) #TrashTag અને #ChallangeForChange સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરો, અથવા તો Instagram પર ‘Aapdu Junagadh’ ને ટેગ કરો. જેના બદલામાં Suraj Cineplex દ્વારા 10 Group કે વ્યક્તિને મળશે ફ્રી મુવી ટીકીટ…

શરતો આ મુજબ રહેશે…

  1. તમારાં દ્વારા એકઠો કરાયેલો Trash(કચરો) કે સ્વચ્છ થયેલા એરિયાને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવશે.

2.આપનાં દ્વારા શેર કરવામાં આવેલા ગૃપ ફોટોમાં જેટલી વ્યક્તિઓ દેખાતી હશે તેટલીજ મુવી ટીકીટ મળશે.

  1. આ મુવી ટીકીટ સોમવાર થી ગુરુવાર સુધીના સમયગાળા માટે જ મળશે.

#TeamAapduJunagadh

Also Read : ધોરણ 9 થી 12 પરીક્ષામાં અનુતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ કરશે કઇંક આવું!