Junagadh News : એક મહિનામાં કુલ 75,000 થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરી, અહીં મળતી વિશેષ સુવિધાઓનો લાભ લીધો.

Junagadh News
Junagadh News : એક મહિનામાં કુલ 75,000 થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરી, અહીં મળતી વિશેષ સુવિધાઓનો લાભ લીધો.
  • ગત તા.28 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઉપરકોટને લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જે બાદ એક મહિનામાં કુલ 75 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત કરી.
  • એટલું જ નહીં, 24 શાળાઓના 2200 થી વધુ બાળકોને તેમના પિકનિક દિવસનો આનંદ માણ્યો છે.
  • આ ઉપરાંત જૂનાગઢવાસીઓ અને શાળાના બાળકો માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર પણ લોકપ્રિય બની રહી છે.
  • ઉપરકોટમાં મળતી જરુરી સુવિધાઓથી અહીં આવનાર પ્રવાસીઓ અભિભૂત થઈ રહ્યા છે.
  • જેમાં ખાસ કરીને બાળકોને મનોરંજન માટે ઘણા કાર્ટૂન પાત્રો લાવવામાં આવ્યા છે.
  • ઈ-ટોઇલેટ પણ સિક્કો નાખવાને બદલે બટન દબાવવાથી ખુલે એ રીતે સિસ્ટમ લાગુ કરવામાં આવી.
  • કિલ્લામાં 8 જુદા જુદા સ્થળોએ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ મફત પાણીની સુવિધાના ફિલ્ટર્સને અપગ્રેડ કર્યા છે.
  • સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને વધુ મહત્ત્વ આપતા લોકોએ વધુ સાયકલની માંગ કરી હતી, જેને ધ્યાને લઈને સાયકલ બમણી કરવામાં આવી છે.
  • પ્રવાસીઓની જરૂરિયાત પૂર્ણ કરવા માટે હાટ બજાર (હાથવણાટ અને હસ્તકલા) પૂર્ણ થવાના આરે છે.
  • આગામી સમયમાં અહીં એક ફૂડકોર્ટ બનાવવામાં આવશે; જેમાં લોકપ્રિય બ્રાન્ડની વિવિધ વાનગીઓ પીરસવામાં આવશે
  • સલામતીનું મુખ્ય ધ્યાન હોવાથી, અગ્નિશામક ઉપકરણોને ઠેર ઠેર સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • સમગ્ર કિલ્લામાં 30 થી વધુ જુદાજુદા પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ છે, અસરકારક વ્યવસ્થાપન માટે પ્રવેશ દ્વાર પર રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.