કોરોના ના નવા 18 કેસ આવ્યા, તેમાંથી Cityના કુલ કેસની વિગતવાર માહિતી મેળવીએ.

જૂનાગઢમાં હવે કોરોના ના નવા નોંધાતા કેસની સંખ્યા 10થી ઉપર જ રહે છે. જેના કારણે છેલ્લા થોડા જ સમયમાં નવા 100 કેસ ઉમેરાઈ ચુક્યા છે. જેમાં ગઈકાલે પણ વધુ 18 કેસનો ઉમેરો થયો છે. નવા નોંધાયેલા કેસમાંથી જૂનાગઢ Cityના કેટલા કેસ છે અને અન્ય તાલુકાના કેટલા કેસ છે. તેની વિગતવાર માહિતી અહીં જાણીશું, પરંતુ તે પહેલાં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ વિશે માહિતી મેળવીએ.

કોરોના

સૌ પ્રથમ ભારતના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ, તો જણાય છે કે, છેલ્લા 24 કલાક બાદ 27 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે હાલ સમગ્ર ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંક 8 લાખને વટી ચુક્યો છે. આ સાથેના અન્ય આંકડાઓ નીચે મુજબ છે

કોરોના

ભારતના કોરોનાના આંકડા:

 

  • તારીખ: 11મી જુલાઈ, 2020(શનીવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 8,20,916 (વધુ 27,114 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,15,386 (વધુ 19,873 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 22,123 (વધુ 519 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,83,407

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 10મી જુલાઈ 2020(શુક્રવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 40,155 (નવા 875 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 28,183 (વધુ 441 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,024 (વધુ 14 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 9,528

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢ જિલ્લાના અને શહેરના કોરોનાના આંકડા જાણીએ. ગઈકાલે નોંધાયેલા 18 કેસમાંથી 13 દર્દીઓ જૂનાગઢ કોર્પોરેશન હેઠળ આવતા વિસ્તારોમાંથી નોંધાયા છે અને અન્ય 5 કેસ જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી નોંધાયા છે. નવા નોંધાયેલા તમામ 18 કેસની વિગત નીચે દર્શાવેલ Image પરથી જાણીએ.

આ સાથે ગઈકાલે એકપણ દર્દી રિકવર થયેલ નથી, જે થોડીક ચિંતાજનક બાબત છે. જો કે તાજેતરમાં જ રિકવર થયેલા લોકોની સંખ્યામાં આવેલો મોટો ઉછાળો રાહત આપનારો સાબિત થયો હતો. હાલ નવા નોંધાયેલા કેસ સાથે જૂનાગઢમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા અને અન્ય આંકડાઓ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 10મી જુલાઈ, 2020 (શુક્રવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 230
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 83
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 140
●મૃત્યુઆંક: 7

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 39 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 269 ગણવામાં આવે છે.

Also Read :