Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકાએ માત્ર 3 દિવસમાં 280 જર્જરિત બિલ્ડીંગોને નોટિસો ફટકારી!
- જૂનાગઢ શહેરમાં જર્જરિત ઇમારતો પડવાના કિસ્સાઓ સામે આવતા મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢની અનેક જર્જરિત ઈમારતોને નોટિસ પાઠવવામાં આવી છે.
- જેને લઇને માત્ર 3 દિવસમાં મનપાએ 280 જર્જરિત બિલ્ડીંગોને નોટિસો ફટકારી છે.
- એટલું જ નહિ, આ બિલ્ડીંગોને ઉતારી લેવાની કે બિલ્ડર પાસે ઉતારાવી લેવાની પણ ઉતાવળ કરી છે.
- મનપાએ અગાઉ 65 બિલ્ડીંગોને નોટિસ આપી હતી.
- બાદમાં 26 જૂલાઇએ 33, જ્યારે 27 જૂલાઇએ 93 અને 28 જૂલાઇએ વધુ 89 ને નોટિસ ફટકારી છે.
- આમ, કુલ 280 જર્જરિત બિલ્ડીંગોનો નોટિસ આપી છે.
- આમાંથી 17 બિલ્ડીંગો મનપાએ ઉતારી છે, 17 મકાન માલિકોએ સ્વૈચ્છિક ઉતારી છે, 8 રિપેર થઇ છે, 3 ખાલી કરાવાઇ છે, 18માં પાણીના નળ કનેકશન કપાયા છે અને 45માં પીજીવીસીએલ દ્વારા પાવર કટ કરાયો છે.