Junagadh News – કેસર કેરીની સિઝન પૂર્ણ 12 માર્ચથી અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,65,171 બોક્ષની આવક થઇ.

Junagadh News – કેસર કેરીની સિઝન પૂર્ણ 12 માર્ચથી અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,65,171 બોક્ષની આવક થઇ.
  • જૂનાગઢ જિલ્લાના ગામડામાંથી કેસર કેરીની આવક થતી હતી, પરંતુ 10 જૂલાઇએ કેરીના એકપણ બોક્ષની આવક નોંધાઇ નથી.
  • પરિણામે, કેસર કેરીની સિઝન લગભગ પૂર્ણ થઇ હોવાનું મનાઇ રહ્યું છે.
  • ગત શનિવાર 8 જૂલાઇએ માર્કેટિંગ યાર્ડમાં 1,500 કિલો પાકેલી કેરીની આવક થઇ હતી.
  • જેમાં પાકેલ કેરીનો 10 કિલોના બોક્ષનો ભાવ 450 થી લઇને 600 રૂપિયા રહ્યો હતો.
  • બાદમાં સોમવાર 10 જૂલાઇએ કાચી કે પાકેલી એકપણ કેરીના બોક્ષની આવક યાર્ડમાં થઇ નથી.
  • જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 12 માર્ચથી કેરીની આવક થઇ હતી.
  • અત્યાર સુધીમાં કેરીના 8,65,171 બોક્ષની આવક થઇ છે, કાચી કેરીની આવક તો બંધ થઇ હતી હવે પાકેલી કેરીની આવક પણ બંધ થઇ હોય સિઝન પુરી થઇ હોવાનું જણાઇ રહ્યું છે.