Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 35 PHC સેન્ટરોમાં હેલ્થ એટીએમ રાખવામાં આવશે; જેના દ્વારા લોકો 40 થી વધુ ટેસ્ટ કરાવી શકશે.

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 35 PHC સેન્ટરોમાં હેલ્થ એટીએમ રાખવામાં આવશે; જેના દ્વારા લોકો 40 થી વધુ ટેસ્ટ કરાવી શકશે.
  • જૂનાગઢમાં ગઇકાલ તા.28 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે 35 હેલ્થ એટીએમનું પણ લોકાર્પણ થયું હતું.
  • જિલ્લાના તમામ PHC સેન્ટરોમાં હેલ્થ એટીએમ રાખવામાં આવશે.
  • જૂનાગઢ જિલ્લામાં 35 PHC સેન્ટરોમાં હેલ્થ એટીએમ દ્વારા વિવિધ પ્રકારના હેલ્થ ટેસ્ટ કરી શકશે.
  • દર્દીના બેઝિક ટેસ્ટ ઉપરાંત ઊંચાઈ, વજન, બ્લડપ્રેસર, પલ્સ, ટેમ્પરેચર, બ્લડ, હિમોગ્લોબિન, એચઆઈવી, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા જુદાજુદા રોગ, ઇ.સી.જી. યુરીન, આંખના, ચામડીના જુદાજુદા 40 જેટલા હેલ્થ ટેસ્ટ થશે.
  • એટીએમ મશીનમાં કમ્પ્યુટર અને એટીએમની સુવિધા હોવાથી હેલ્થ એટીએમ મશીન દ્વારા નિષ્ણાંત ડોકટરો સાથે ટેલી કોલિંગ દ્વારા દર્દીને સ્થળ પર જ માર્ગદર્શન અને દવા સંબંધિત જાણકારી મળી શકશે.
  • લોકોને પોતાનું આરોગ્ય જાણવા માટે જુદાજુદા લેબોરેટરી ટેસ્ટ કરાવવા જુદીજુદી લેબમાં જવું પડે છે; હેલ્થ એટીએમથી લોકોને વિવિધ પ્રકારના લેબમાં ટેસ્ટના ખર્ચાથી રાહત થશે.