કોરોના : દેશમાં નવા નોંધાયેલા 15 હજાર કેસ સાથે કુલ દર્દીની સંખ્યા 4 લાખને પાર, સાથે જ જાણીએ ગુજરાતના આંકડા

કોરોના

ગુજરાત અને ભારતમાં કોરોના ના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4 લાખને પાર થઈ ચૂકી છે, સાથે જ જાણીએ દેશની આજના દિવસની કોરોનાની સ્થિતિ વિશે…

કોરોના

ભારતના કોરોનાના આંકડા:-

  • તારીખ: 21મી જૂન, 2020(રવિવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 4,10,461 (વધુ 15,413 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,27,756 (વધુ 13,925 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 13,254 (વધુ 306 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,69,451 (1,182 કેસનો વધારો થયો)

કોરોના

ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 580 કેસનો વધારો નોંધાયો છે, સાથે જ 655 લોકો કોરોના વાઇરસમાંથી સાજા થઈને પોતાના ગંતવ્ય સ્થાન પર પરત ફર્યા છે. આ સાથે જ અહીં દર્શાવેલ ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ:  21મી જૂન, 2020(રવિવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 27,317 (નવા 580 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 19,359 (વધુ 655 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,664 (વધુ 20 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,294

Maharashtra coronavirus count rises to 33; 95 suspected cases on ...

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ. જૂનાગઢમાં વધી રહેલા કેસ સામે આજે જિલકમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 50 થઈ ચૂકી છે. આ સાથેના અન્ય આંકડા નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

●તારીખ: 21મી જૂન, 2020 (રવિવાર)
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 52
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 17
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 34
●મૃત્યુઆંક: 1

Also Read : Happy Birthday Junagadh