Junagadh News : જૂનાગઢમાં SBI RCT ખાતે ટુ-વ્હીલર મિકેનિકલ અને ઘરેલું વિદ્યુત ઉપકરણના વિનામૂલ્યે તાલીમ વર્ગો યોજાશે.
- જૂનાગઢના યુવાનો પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરી અને પગભર બની શકે તે હેતુથી SBI ની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ટુ-વ્હીલર મિકેનિકલ અને ઘરેલું વિદ્યુત ઉપકરણના વિનામૂલ્યે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવનાર છે.
- આ તાલીમ વર્ગોમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 18 થી 45 વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ ભાગ લઈ શકશે.
- તાલીમ દરમિયાન રહેવાનું, જમવાનું અને તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે.
- તાલીમના અંતે ભારત સરકાર માન્ય NSUF સર્ટીફીકેટ અને સબસીડીવાળી લોનના લાભ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
- આ તાલીમ વર્ગો જૂનાગઢ બીલખા રોડ પર આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે શરૂ કરવામાં આવશે.
- તાલીમમાં જોડાવા ઇચ્છતા લોકોએ સોમવાર થી શનિવાર સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીમાં નીચેના નંબર પર સંપર્ક કરવો.
- આ માટેના જરૂરી ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, આધાર કાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ સહિતના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.
તાલીમ વર્ગો શરૂઆત: 19/09/2023
સમય: 10:00 થી 5:00 (સોમ થી શનિ)
વધુ વિગતો માટે સંપર્ક: 9904646466