Junagadh News : જૂનાગઢની બજારમાં શાકભાજીના ભાવ આસમાને; ગુવાર-ટમેટાં રૂ.80 ના કિલો થયાં!
- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી થતાં હરરાજીમાં ભાવ આસમાને ગયા છે.
- જેના કારણે શહેરના ધંધાર્થીઓ દ્વારા બે થી ત્રણ ગણા ભાવે શાકભાજીનું વેંચાણ કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ વિખેરાયું છે.
- શાકભાજીનું પીઠું ગણાતા સબ માર્કેટિંગ યાર્ડમાં ગુવારના મણના ભાવ રૂ.800, ભીંડો રૂ.700, ગલકા રૂ.800, ટમેટાં રૂ.1250, આદું રૂ.2400, લીલા વટાણા રૂ.1600 ના ભાવે વેંચાણ થઈ રહ્યા છે.
- સ્થાનિક વેપારીઓ બજારમાં બે થી ત્રણ ગણા વધુ ભાવે વેંચાણ કરતાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે.
- જેમાં માર્કેટિંગ યાર્ડમાં 40 રૂપિયે કિલો વેંચાતો ગુવાર અને 50 રૂપિયે કિલો વેંચાતા ટમેટાં બજારમાં બે ગણા ભાવે, જ્યારે 120 રૂપિયે કિલો વેંચાતું આદું બજારમાં 400 રૂપિયા કિલો વેંચાઈ રહ્યું છે. તેમજ લીલા વટાણા 300 રૂપિયા પ્રતીકીલો વેંચાણ થઈ રહ્યું છે.