Junagadh News : જૂનાગઢમાં આવેલ પૂરની પરિસ્થિતિ દરમિયાન વાડલા ફાટક પાસે એસ.ટી.ડ્રાઈવર અને કંડકટર દ્વારા દાખવવામાં આવેલ જીવલેણ બેદરકારી બદલ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં!

Junagadh News : જૂનાગઢમાં આવેલ પૂરની પરિસ્થિતિ દરમિયાન વાડલા ફાટક પાસે એસ.ટી.ડ્રાઈવર અને કંડકટર દ્વારા દાખવવામાં આવેલ જીવલેણ બેદરકારી બદલ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં!
  • ગત તા.22 જુલાઈના રોજ જૂનાગઢ જ્યારે જળ પ્રલયનો સામનો કરી રહ્યું હતું, ત્યારે વાડલા ફાટક નજીક એક નિંદનીય ઘટના બની.
  • એ દિવસે વાડલા ફાટક નજીક રસ્તામાં મોટાં પ્રમાણમાં પાણી ભરાયું હતું.
  • જેમાં અટવાયેલ એક એમ્બ્યુલન્સને બહાર કાઢવા કેટલાક લોકો નિઃસ્વાર્થ પ્રયત્ન કરી રહ્યાં હતાં.
  • તે વખતે ત્યાંથી સોમનાથ થી વાપી રૂટની એસ.ટી.બસ પસાર થઈ અને એમ્બ્યુલન્સનું રેસ્ક્યું કરી રહેલા લોકોને અડફેટે લીધા, જે આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
  • રસ્તામાં પાણી ભરાયેલ હોવા છતા બસને પાણીમાં ઉતારેલ અને બચાવ કામગીરી કરતા લોકોને બસની અડફેટે લઇ ઇજ્જા પહોંચાડવા સબબ તથા વંથલી કંટ્રોલ પોઇંટ ઉપર પોતાનું વાહન ન નોંધાવવા બાબતે એસ.ટી.તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી આ રૂટના ડ્રાઈવર અને કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ લોકો હાલમાં સારવાર હેઠળ છે.

Also Read : Junagadh News : જૂનાગઢ એસ.ટી.વર્કશોપમાં પાણી ઘુસી જતા અંદાજે 45 લાખનું નુકસાન; ઉપરાંત તણાયેલા 4500 ટાયરમાંથી હજુ 2800 જ રિકવર થયાં