Junagadh News : જૂનાગઢ જિલ્લામાં આગામી તા.28 જૂનથી અને સમગ્ર ગુજરાતમાં આગામી તા.30 જૂનથી સાર્વત્રિક ચોમાસુ બેસશે.
- વાવાઝોડાને લીધે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ તેનાં સમય કરતાં મોડું બેસવાનું છે.
- ત્યારે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
- જૂનાગઢ જિલ્લામાં આગામી તા.28 જૂનથી ચોમાસુ બેસશે.
- જ્યારે સમગ્ર ગુજરાતમાં આગામી તા.30 જૂન અથવા તા.1 જુલાઈનાં રોજ સાર્વત્રિક રીતે ચોમાસુ બેસશે.
- આ ઉપરાંત આગામી બે દિવસો દરમ્યાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
- ગુજરાતમાં મોટાં ભાગનાં ખેડૂતોએ વરસાદનાં આગમન પહેલાં જ વાવણી કરી લીધી છે.
- જેને લઇને આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના હોવાથી ખેડૂતો માટે એ આનંદના સમાચાર ગણી શકાય.