Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ યોજાશે.

Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ યોજાશે.
  • દર વર્ષની જેમ આ વર્ષે પણ પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-મુંબઇ દ્વારા આપણાં જૂનાગઢ શહેરમાં ભારતિય શાસ્ત્રીય સંગીત રજૂ કરતો ‘ગિરનાર મહોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે.
  • આગામી તા.01 ડિસેમ્બર શુક્રવારથી શરૂ થઇ, તા.5 ડિસેમ્બર મંગળવાર સુધી દરરોજ સાંજે 6 થી 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે.
  • જેને જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારના કલારસિકો નિઃશુલ્ક માણી શકશે .
  • આ કાર્યક્રમમાં ભારતભરના અનેક રાજ્યોના કલાકારો પોતાના રાજ્યના ગીત, સંગીત, નૃત્ય, પહેરવેશ રજૂ કરી અનેકતામાં એકતાના દર્શન કરાવશે.
  • ભારતભરના આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયનમાં ખ્યાલ અને ધ્રુપદ ગાયન રજૂ કરાશે.
  • જ્યારે શાસ્ત્રીય વાદનમાં બાંસુરી, વાયોલીન, રૂદ્રવિણા, સંતુર, સિતાર, તબલા અને પખવાજ વાદન રજૂ થશે.
  • શાસ્ત્રીય નૃત્યમાં ઓડિસી, ભરત નાટ્યમ, કુચીપુડી, મોહિની અટ્ટમ, કથ્થક તેમજ યક્ષગાન વગેરે કલાની પ્રસ્તુતિ થશે.
  • વધુ વિગતો માટે પોસ્ટ જુઓ..
ગિરનાર મહોત્સવની વિગતો:
તારીખ: 01 થી 05 ડિસેમ્બર, 2023
સમય: સાંજે 06 વાગ્યાથી
સ્થળ: શામળદાસ ગાંધી ટાઉનહોલ, જૂનાગઢ.