Junagadh News : પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની લક્ષિતા સાંડીલ્યે સાઉથ કોરિયા ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું!

Junagadh News
Junagadh News : પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની લક્ષિતા સાંડીલ્યે સાઉથ કોરિયા ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું!
18 વર્ષીય લક્ષિતા 5 વર્ષથી એથ્લિટ્સ તરીકે પ્રેક્ટિસ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 19 નેશનલ અને 2 ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યા છે.
તાજેતરમાં સાઉથ કોરિયા ખાતે યોજાયેલ 20મી અંડર-20 જુનિયર એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
આ સાથે એશિયન એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા યોજાયેલ ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 19 મેડલ મેળવ્યા છે.
ભારતમાંથી 40 થી વધુ ખેલાડી ભાગ લેવા ગયા હતા. લક્ષિતાએ ભારત તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
માટે જ પારુલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ સાથે રમત ગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાતું રહ્યું છે.
જેના માટે યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સને લગતી સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝ તેમજ સ્કોલરશીપની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.