Junagadh News : કૃષિ શિક્ષણ અને સંશોધનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર થયા; વિદ્યાર્થીને બંને યુનિ.ની ડિગ્રી અને જ્ઞાન મેળવવાની તક મળશે!
- જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ ICAR પુરસ્કૃત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમ-IDP યોજના હેઠળ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી-સિડની, ઓસ્ટ્રેલિયા સાથે ગત તા.18 સપ્ટેમ્બરના રોજ ન્યુ દિલ્હી ખાતે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
- દુનિયાની અલગ-અલગ બાજુઓ પરની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓની આ સીમાચિહ્નરૂપ ભાગીદારી વિવિધ કૌશલ્યો અને પરિપ્રેક્ષ્યોથી સજ્જ નવી પેઢીને વિકસિત કરશે તથા આ સંયુક્ત પહેલ દ્વારા વિદ્યાર્થીઓને એક વ્યાપક અને સર્વગ્રાહી શૈક્ષણિક અનુભવનો લાભ મળશે.
- આ કરારનો હેતુ કૃષિ ક્ષેત્રે શૈક્ષણિક અને સંશોધન પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી વિદ્યાર્થીઓ માટે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાનો છે.
- જેનાથી કૃષિના વિદ્યાર્થીઓને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી જેવી જાણીતી સંસ્થામાંથી આંતરરાષ્ટ્રીય સંપર્ક અને જ્ઞાન મેળવવા માટેની તક મળશે સાથે ડ્યુઅલ ડિગ્રીનો પણ ફાયદો થશે!
- આ ભાગીદારી એ શૈક્ષણિક લાભો ઉપરાંત, કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરીને આંતરરાષ્ટ્રીય સહકાર અને પરસ્પર સમજણની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.
Also Read : Junagadh News : નશો એ માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો” – આ લાઈવ ટોકશોમાં જોડાવવાનું ચૂકશો નહીં