Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના યુવા તબીબે જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર 7 મિનિટમાં 75 વર્ષના વૃદ્ધાનો તૂટેલો ગોળો બદલાવી સફળ ઓપરેશન કર્યું.

Junagadh News

Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના યુવા તબીબે જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર 7 મિનિટમાં 75 વર્ષના વૃદ્ધાનો તૂટેલો ગોળો બદલાવી સફળ ઓપરેશન કર્યું.

  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુવા સર્જન ડો. કેતન કે.પરમારે 75 વર્ષના વૃદ્ધાના થાપાનો ભાંગેલો ગોળો માત્ર 7 મિનિટમાં બદલાવી જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર લોકલ એનેસ્થેસિયા કરીને સફળતાપૂર્વક સર્જરી કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલને મોટી સિદ્ધિ હાંસલ થઈ છે.
  • ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન થયાનું તબીબ જણાવે છે.
  • 30 વર્ષના ડો.કેતન પરમાર જૂનાગઢના રહીશ છે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે; તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન એમ.એસ.અમદાવાદ શારદાબેન હોસ્પિટલ ખાતે કરેલ છે.
  • આ ઓપરેશન અંગે ડો. કેતન પરમારે જણાવ્યું હતું કે; થાપાના ગોળાનું ઓપરેશન કરવામાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય થતો હોય છે એટલે તે લોકલ એનેસ્થેસિયા પર એટલે કે માત્ર એટલા ભાગ પૂરતી ચામડી ખોટી કરીને આ પ્રકારનું ઓપરેશન ક્યારેય થતું નથી.
  • પરંતુ તેઓએ અગાઉ જનરલ એનેસ્થેસિયા આપીને 500 જેટલા ઓપરેશનો કર્યા હોય અને ગોળો બદલવવાની સર્જરીમાં ઓછામાં ઓછો સમય લાગે તેવી કુશળતા હાંસલ કરતા અને 7 મિનિટમાં આ ઓપરેશન તેઓ કરી નાખતા હોવાથી આજે પ્રથમ વખત તેઓએ માત્ર લોકલ એનેસ્ટથેસિયા આપીને 75 વર્ષના વૃદ્ધાના ભાંગેલા થાપાના ગોળાને બદલાવી બાયો પોલાર હેમી અર્થો પ્લાસ્ટિની સફળ સર્જરી કરી હતી.
  • તેઓએ વધુમાં જણાવ્યું હતું કે; જનરલ એનેસ્થેસિયા એટલે કે સ્પીનલ એનેસ્થેસિયા આપીને જ્યારે ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે દર્દીને છ કલાક પહેલા અને ઓપરેશન પછી છ કલાક સુધી સામાન્ય રીતે ભૂખ્યા પેટે રહેવું પડે છે.
  • આ ઉપરાંત ડાયાબિટીસ હાયપરટેન્શન સહિતના મલ્ટી ડીસીઝ હોય તો કેટલીક કાળજી અને તકેદારી રાખવી પડે છે અને કેટલાક સંજોગોમાં જોખમ પણ રહેલું છે.
  • આ પ્રકારના ઓપરેશનમાં માત્ર ચોક્કસ ભાગ ની ચામડીને જ લોકલ એનીસ્થેસિયાથી ખોટી કરવાની હોવાથી કોઈ મોટું જોખમ રહેલું નથી અને કોમ્પ્લિકેશન ખૂબ ઘટાડી શકાય છે.
  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આ પ્રકારના ઓપરેશનથી મોટી રાહત થશે; હાલ જે ૭૫ વર્ષના વૃદ્ધા નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે.