Junagadh News : ગિરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, શ્રધ્ધાળુઓની સુરક્ષાને લઈ જૂનાગઢ પોલીસે ફૂટ પેટ્રોલીંગ કર્યું.

Junagadh News
Junagadh News : ગિરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, શ્રધ્ધાળુઓની સુરક્ષાને લઈ જૂનાગઢ પોલીસે ફૂટ પેટ્રોલીંગ કર્યું.
  • આગામી તા.23 નવેમ્બર થી તા.27 નવેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની ફરતે લીલી પરીક્રમા શરુ થવાની છે.
  • ગિરનાર લીલી પરીક્રમામાં દરવર્ષે આશરે 12 થી 15 લાખ શ્રધ્ધાળુઓ આવે છે.
  • જેને લઇ જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજાડીયાની સુચના અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન મુજબ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પરિક્રમા રૂટ પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
  • ગિરનારની લીલી પરીક્રમામાં આવનાર શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન પડે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
  • પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા બોરદેવી, નળપાણીની ધોળી, માળવેલા ધોળી, સુ૨જ કુંડ વિગેરે સ્થળોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • પોલીસ બંદોબસ્ત અંગેની જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
  • પરિક્રમામાં આવતા શ્રધ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે અને નજીકમાં તુરત જ પોલીસ મદદ મળી રહે તેવું આયોજન કરવા માટે હાજર અધિકારીઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પરીક્રમાના રૂટ પર કઈ જગ્યાએ પોલીસ રાવટી લોકોની મદદ માટે ઉભી કરી શકાય તે અંગે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.