Gir : ગીરના જંગલ માં સિંહોની સંખ્યા માં થયો વધારો,પ્રાથમિક ગણતરીમાં 600 નોંધાણી : સૂત્રો

Gir : ગુજરાતનું ગૌરવ એટલે ગીરના સિંહો જેની સંખ્યા વધારો થયાંનું સૂત્રોમાથી જાણવા મળ્યું છે. ગુજરાતમાં સિંહએ ગીરના જગલ અને તેની આજુબાજુના ગામોમાં તેમનો વસવાટ હોય છે, હાલના સમયમાં સિંહોની ની સંખ્યા વધી છે.

ગીરના ગામોમાં અને બૃહદ ગીરમાં સિંહબાળની સંખ્યામાં 60થી વધુ હોવાનું નોધાયું છે. આથી ગીરનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે. ગુજરાત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે. જો કે સિંહોની સંખ્યામાં વધારો થયો તે અંગે સત્તાવાર હજુ કોઇ વન અધિકારી કહેવા તૈયાર નથી.પણ હાલમાં જે માહિતી મળી રહી છે તેનાં દ્વારા એ તો કહી શકાય કે જો આ સંખ્યામાં વધારો હોઇ તો એ ગર્વની વાત છે. Gir Lions

Gir Lions

આજે સિંહો ઘણા ખતરામાં છે કારણકે આજે લોકો દ્વારા તેને નુકશાન પોહચાડવામાં આવે છે કા તો સિંહ પણ કુદરતી રીતે કા તો આકશ્મિક રીત મુત્યુ પામે છે જેના લીધે સિંહોમાં ઘટડો થાય છે. હાલમાં જ 24 સિંહોના રહસ્યમય મોત થયા હતા: તાજેતરમાં જ દલખાણીયા રેન્જમાં 24 સિંહોના રહસ્યમય મોત નીપજ્યા હતા. જેમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આથી સિંહોની સંખ્યામાં ઘટાડો થતા જે તે સમયે સિંહપ્રેમીઓમાં રોષ ભભૂક્યો હતો. આવી ઘટનાથી સિંહો ખતરામાં છે, જેના માટે આપણે સિંહોને બચાવામાટે આપણે પણ  જાગૃત થવું જોઈએ કે આપણે તેને હેરાન ના કરીએ અને તેને કોઈ નુકશાન ના પોહચાડીએ..

હાલમાં તો  સિંહોની સંખ્યામાં વધારો થતા ખુશીના સમાચાર છે,  કારણકે ગીરના જંગલોમાં સિંહ એ આપના ગુજરાતનું ગૌરર્વ છે, ભારતમાં એક માત્ર ગીરના જંગલોમાં સિંહ જોવા  માટે ભારત અને વિદેશથીમાથી ટુરિસ્ટો આવે છે આપના ગીરના સિંહોને ત્યારે આપણે ગર્વની વાત કહેવાઈ

Gir

પુનમની રાતે જ્યારે પ્રાથમિક ગણતરી કરવામાં આવી ત્યારે સિંહોની સંખ્યા 600 જેટલી નોધાઈ છે. સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2015માં સિંહની ગણતરીમાં 511 સિંહો નોંધાયા હતા. હાલ અમરેલી, બૃહદ ગીર, ધારી, ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં સિંહોનું રહેણાંક છે..

#TeamAapduJunagadh