Junagadh News : જૂનાગઢની કન્યા શાળા નંબર-4ની પસંદગી પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝીંગ ઇન્ડિયામાં થઈ; જિલ્લામાંથી પસંદગી પામેલ 10 શાળામાં પ્રથમ આવી!
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ પાસાનો સમાવેશ કરવા માટે વડાપ્રધાન મોદીએ 5 સપ્ટેમ્બર 2022માં પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝીંગ ઇન્ડીયાની જાહેરાત કરી હતી.
- જેમાં દેશમાંથી 14,500 શાળાઓ માટે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે; આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં પ્રથમ રાઉન્ડ જાહેર થયો, જેમાં 274 શાળાઓ પસંદ થયેલ છે.
- જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં કુલ 10 શાળા પસંદ થઇ; જેમાં જૂનાગઢ શહેરમાં આવેલ કન્યા શાળા નંબર-4 જૂનાગઢમાં પ્રથમ ક્રમાંકે રહી છે.
- કેન્દ્ર સરકારે કન્યા શાળા નંબર-4 ના નેતૃત્વને શ્રેષ્ઠ માની, જૂનાગઢ જિલ્લાના માસ્ટર ટ્રેનર તરીકે કન્યાશાળા નંબર-4 ના આચાર્ય તરૂણકુમાર કાટબામણાની પસંદગી થઇ છે, જેઓ દિલ્હી ખાતે ત્રણ દિવસની ટ્રેનિંગ માટે જશે.
- અત્રે નોંધનીય છે કે; સરકારી પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર-4 છેલ્લા ઘણા સમયથી ખૂબજ પ્રચલિત થઈ છે; છેલ્લા 10 વર્ષમાં ખાનગી સ્કૂલો છોડી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવ્યા છે.
- એટલું જ નહીં આ શાળાને ઘણા એવોર્ડ પણ મળ્યા છે; જેની નોંધ લઈને સરકાર દ્વારા આપવામાં આવેલો દરજ્જો જૂનાગઢ માટે પણ ગૌરવની વાત છે!