Junagadh News : જૂનાગઢ જિલ્લામાં સાયકલ, ઈલેક્ટ્રીક સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ/થ્રી/ફોર વ્હીલરનું વેંચાણકર્તાઓએ ખરીદનારની માહિતી આપતું રજિસ્ટર ફરજિયાત રાખવાનું રહેશે.

Junagadh News
Junagadh News : જૂનાગઢ જિલ્લામાં સાયકલ, ઈલેક્ટ્રીક સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ/થ્રી/ફોર વ્હીલરનું વેંચાણકર્તાઓએ ખરીદનારની માહિતી આપતું રજિસ્ટર ફરજિયાત રાખવાનું રહેશે.
.
– જૂનાગઢ જિલ્લામાં ભૂતકાળમાં જાહેર જગ્યાઓ પર વાહનોમાં થયેલ ભયાનક કૃત્યને ભવિષ્યમાં થતાં રોકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
– આ જાહેરનામાં અંતર્ગત જિલ્લાનાં વેપારીઓએ સાયકલ, ઈલેક્ટ્રીક સ્કૂટર, ઈલેક્ટ્રીક ટુ/થ્રી/ફોર વ્હીલરને ખરીદનારની માહિતી આપતું રજિસ્ટર ફરજિયાત રાખવાનું રહેશે.
– જૂનાગઢ જિલ્લામાં વેપારીઓએ વાહન ખરીદનારને નામ, એડ્રેસ, મો.નં.,વાહનના ફેમ નંબર/ચેસીસ નંબર લખીને બિલ અવશ્ય આપવાનું રહેશે.
– આ ઉપરાંત વાહન ખરીદનાર અને વેંચનારનાં તમામ ઓળખ આપતા ઓળખપત્રો વેપારીઓએ ફરજિયાત રાખવાના રહેશે.
– આ જાહેરનામું તાત્કાલીક અસરથી આગામી તા.11 જુલાઈ, 2023 સુધી અમલમાં રહેશે.
– જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ગણાશે.
– આ નિર્ણય જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા તેમજ આવા કૃત્યો અટકાવવા માટે કરવામાં આવ્યો છે.