Junagadh News : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જયપુરથી ઘડિયાલ અને રણ લોકડીનું આગમન થયું; બદલામાં એક સિંહ યુગલ મોકલવામાં આવ્યું.
- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ અને જયપુર ઝૂ વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની પરવાનગી મુજબ એનિમલ એક્સ્ચેન્જ હેઠળ વન્ય પ્રાણીઓની આપ-લે કરવામાં આવી રહી છે.
- જે અંતર્ગત જૂનાગઢમાંથી 1 જોડી સિંહ (નર 1, માદા 1) જયપુર રાજસ્થાનને આપવામાં આવેલ છે.
- જેના બદલામાં જયપુર ઝૂ રાજસ્થાન તરફથી 2 જોડી ઘડિયાલ (નર 2, માદા 2) તથા 1 જોડી રણ લોંકડી (નર 1, માદા 1) સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢને આપવામાં આવેલ હતા.
- જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે ડિસ્પ્લે એરિયામાં મૂકવામાં આવેલ છે.
- હાલમાં તમામ વન્યજીવો સ્વસ્થ અને તંદુરસ્ત અવસ્થામાં છે.
- આમ, પ્રવાસીઓ માટે ઘડિયાલ અને રણ લોંકડી એ એક અનોખા આકર્ષણનું સર્જન કરશે.