સોશિયલ મીડિયામાં ફેલાયેલ કોરોના વાઈરસ સંબંધિત ખોટી અફવાઓ અને તેના તથ્ય

કોરોના

આપણે સૌ જાણીએ છીએ કે, ભારત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસની ભયંકર મહામારી સામે લડી રહ્યા છીએ. સરકાર સૌને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. આ સમયમાં આપણે તમામ પ્રકારની કોરોના વાઇરસ સંબધીત માહિતી સોશિયલ મીડિયા પરથી જ મેળવીએ છીએ, પણ હાલમાં ઘણીબધી અફવાઓ પણ ફેલાય છે અને આપણે તે માહિતીની સત્યતા તપાસ્યા વગર જ ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ…કોરોનાતો આજે આપણે આવી જ અફવાઓની વાત કરીશું અને એની પાછળના તથ્યો પણ જાણીશું. અહીં અફવાઓના તથ્ય તપાસવા WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન) દ્વારા આપવામાં આવેલી માહિતીનો સહારો લીધેલો છે…

અફવા 1: મોદી સાહેબ ઉપગ્રહ દ્વારા રસાયણોનો છંટકાવ કરશે!

તથ્ય: વોટ્સએપ પર આ ખૂબજ લાંબો મેસેજ કોઈ મોદી સાહેબના પ્રશંશકે ફોરવર્ડ કર્યો હતો, પરંતુ આ મેસેજમાં માત્ર અને માત્ર કાલ્પનિક વાર્તા જ શેર કરવામાં આવી હતી. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો મહેરબાની કરી ફોરવર્ડ કરશો નહીં…અફવા 2: તાળી અને થાળીના સાઉન્ડ વાઇબ્રેશનથી કોરોનાની અસર ઓછી થશે અને NASA એ પણ તેને સમર્થન કર્યું!

તથ્ય: આ રીતે સાઉન્ડનાં વાઇબ્રેશનથી કોઈપણ પ્રકારના વાઇરસની અસર ઓછી થતી નથી. મોદી સાહેબએ જનતા કરફ્યુનાં દિવસે સાંજે 5 વાગ્યે, માત્ર 5 મિનીટ માટે તાળી અને થાળીનાં નાદ સાથે જે તબીબો, પોલિસ સ્ટાફ વગેરે જેવા કર્મચારીઓ આપણી સેવામાં લાગેલાં છે, એ લોકોનો આભાર વ્યકત કરવાનું કહ્યું હતું.કોરોનાઅફવા 3: વિટામિન A વાળી વ્યક્તિને કોરોના સંક્રમણનો ભય વધારે છે, જ્યારે વિટામિન O વાળી વ્યક્તિને કોરોના સંક્રમણ નો ભય ઓછો છે…

તથ્ય: WHO દ્વારા આવી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. હકિકતમાં, ચીનના વુહાન શહેરના કોરોનાના દર્દીઓ પર ચીનમાંથી થયેલા એક અભ્યાસમાં એવું જાહેર થયું હતું કે, સંક્રમિત થયેલા દર્દીઓમાં સૌથી વધુ વિટામિન A વાળા વ્યક્તિઓ હતા, પણ WHO દ્વારા આ વાતનું સમર્થન કરવામાં આવ્યું નથી…અફવા 4: જામનગરના એક તબીબે કોરોના વાઇરસની વેક્સિન શોધી કાઢી છે એવી ઓડિઓ ક્લિપ…

તથ્ય: ગુજરાત સરકાર, ભારત સરકાર કે પછી WHO દ્વારા પણ આવી કોઈ માહિતી આપવામાં આવી નથી, તો મહેરબાની કરીને આવી કોઈ ઓડિઓ ક્લિપ ફેલાવવી નહીં…અફવા 5: માસ્ક પહેરવું ફરજિયાત છે અને માસ્કથી જ કોરોના વાઇરસ સામે બચી શકાય છે…

તથ્ય: ના, આવું જરાય નથી. જો તમે સ્વસ્થ હો તો તમારે માસ્ક પહેરવાની જરૂર જ નથી. માસ્ક બીમાર વ્યક્તિએ પહરવું જોઇએ અને માત્ર માસ્ક પહેરવાથી કોરોના સામે સુરક્ષિત નથી રહી શકાતું. વળી એકવાર પહેરી લીધેલ માસ્કનો બીજીવાર ઉપયોગ ન કરવા પણ WHO એ જણાવેલ છે. WHO એ એ પણ અપીલ કરેલી છે કે, અત્યારે વિશ્વમાં માસ્કની અછત છે, તો મહેરબાની કરીને સ્વસ્થ વ્યક્તિઓએ માસ્કનો વ્યય ન કરવો…અફવા 6: ગરમ પાણીનું સેવન કરવાથી અને ગળાને સૂકું ના રાખવાથી વાઇરસ મરી જશે…

તથ્ય: આવો મેસેજ પણ વ્હોટ્સએપમાં આવેલો પણ એવું જરાય નથી, ગરમ પાણીથી વાઇરસ મરતો નથી!અફવા 7: કોરોના વાઇરસ સી ફૂડ અને અમુક પ્રકારના જાનવરોમાંથી ફેલાયેલ છે.

તથ્ય: WHO દ્વારા હાલ 2019માં ફેલાયેલ નોવેલ કોવિડ-૧૯ કે જે કોરોના વાઇરસ ફેમિલીનો છે, તેના ઓરિજિન વિશે કોઈ સ્પષ્ટતા આપવામાં આવેલી નથી…અફવા 8: બિલ ગેટ્સએ વાઇરસ વિશે 2015માં જ ભવિષ્યવાણી કરી હતી…

તથ્ય: ના આવું કઈજ બિલ ગેટ્સ એ કરેલું નથી.અફવા 9: રશિયાના પ્રેસિડેન્ટ પુતીનએ લોકોને ઘરમાં રાખવા સિંહોને રસ્તા પર છોડી દીધા…

તથ્ય: આ મેસેજ સિંહનાં ફોટોગ્રાફ સાથે વાઇરલ થયેલો પણ એ ખોટો મેસેજ છે. હકીકતમાં એ ફોટો દક્ષીણ આફ્રિકાનાં જોહાનિસબર્ગનો વર્ષ 2016 નો છે…અફવા 9: જો તમે 7 થી 9 સેકન્ડ્સ સુધી તમારો શ્વાસ ન રોકી શકો તો, તમને કોરોના વાઇરસ હોય શકે છે…
તથ્ય:
ના! આ રીતે કોરોના વાઇરસની ઓળખ થતી નથી. કોરોના વાઇરસના મુખ્ય લક્ષણોમાં તાવ, ખરાબ ગળું અને શ્વાસ લેવામાં મુશ્કેલી છે…આવી ઘણી અફવાઓની આપણે સત્યતા પારખ્યા વિનાજ ફોરવર્ડ કરતાં હોઈએ છીએ. IPC કલમ 66 A IT ACT મુજબ સોશિયલ મીડિયા કે અન્યત્ર ખોટા મેસેજ કે અફવા ફેલાવવા ગુનો બને છે અને આ કાયદા મુજબ ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે, તો તમે દરેક મેસેજની વિશ્વસ્વનિયતા ચકાસણી કરીને જ આગળ મોકલશો.

ઘરે રહો ! સ્વસ્થ રહો !
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : Noble Innovation Center belonging to Noble University participated in the ASME E-Fest 2018