Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોએ 14,205 હેક્ટર વિસ્તારમાં કપાસ અને 39,360 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું.
– વાવાઝોડાને લીધે જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ થતાં સમગ્ર જિલ્લાનાં જળસ્ત્રોત પાણીથી છલકાય ગયા છે.
– જે અંતર્ગત જૂનાગઢનાં મેંદરડા તાલુકામાં સૌથી વધું 33.30% અને કેશોદ પંથકમાં સૌથી ઓછો 28.14% વરસાદ નોંધાયો છે.
– વરસાદમાં વરાપ નોંધાતાં ખેડૂતોએ પોતાનાં ખેતરમાં વાવેતરની શરૂઆત પૂરજોશમાં કરી છે.
– ત્યારે, આ વર્ષે ખેડૂતોએ 14,205 હેક્ટર વિસ્તારમાં કપાસ અને 39,360 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું છે.
– આ ઉપરાંત 2290 હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.
– મળતી માહિતી મુજબ, આગામી પાંચ દિવસો સુધી ભારે વરસાદની આગાહી ન હોવાથી ખેડૂતો માટે ખેતરમાં વાવેતર કરવા માટેનો આ સમય સૌથી શ્રેષ્ઠ છે.
– આમ, વરસાદે વિરામ લીધો હોવાથી જગતનાં તાત ચિંતામુક્ત થઈને વાવણી કરવા લાગ્યા છે.